આમિરનું મહાભારત, ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ની જેમ અનેક ભાગમાં બનશે

મુંબઈ, ભારતીય મહાકાવ્ય મહાભારત આધારિત ફિલ્મ બનાવવાની આમિર ખાનની ઈચ્છા વર્ષાે જૂની છે. મહાભારતને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવા માટે આમિરે પ્રોડ્યુસર તરીકે જવાબદારી લેવાનું નક્કી કર્યું છે.
પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટને આગળ વધારવા આમિર ખાને હવે નક્કર આયોજન શરૂ કર્યું છે. મહાભારત જેવા મહાકાય વિષયને માત્ર એક જ ફિલ્મમાં સમાવવાનું શક્ય ન હોવાથી આમિરે હોલિવૂડની લોકપ્રિય ળેન્ચાઈઝી ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ની જેમ અનેક ભાગમાં ‘મહાભારત’ બનાવવાનું વિચાર્યું છે.
ઉંમરના છ દાયકા નજીક પહોંચેલા આમિર ખાને મોટા બજેટ સાથે ‘મહાભારત’ની તૈયારીઓ શરૂ કરી છે. આમિરે પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ફિલ્મનું કામ આ વર્ષથી જ શરૂ થઈ જશે. સ્ક્રિપ્ટ લખવાં જ ઘણો સમય લાગશે. ‘મહાભારત’ને ફિલ્મ સ્વરૂપે લખવાનું કામ જ એટલું મોટુ છે કે, તેમાં વર્ષાે લાગી જશે.
‘મહાભારત’માં એક્ટિંગ કરવી કે નહીં તે અંગે આમિરે હજુ વિચાર્યું નથી. આમિર ખાને કહ્યું હતું કે, ફિલ્મના અલગ-અલગ પાત્રોમાં બંધ બેસતા હોય તેવા એક્ટરની પસંદગી માટે એક ટીમ બનાવવામાં આવશે. ફિલ્મમાં ડાયરેક્ટર તરીકે સક્રિય રહેવાની આમિરની ઈચ્છા ઓછી છે. આમિરે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ ઘણો મોટો છે અને આખી કથા કહેવા માટે ઘણી ફિલ્મો બનાવવી પડશે.
એક ફિલ્મમાં ‘મહાભારત’ને સમાવવાનું શક્ય નથી. બધી જ ફિલ્મોનું ડાયરેક્ટર કોઈ એક વ્યક્તિ કરી શકે નહીં. તેથી અલગ-અલગ ફિલ્મો માટે અલગ-અલગ ડાયરેક્ટરને જવાબદારી સોંપવામાં આવશે.
આમિર ખાન પોતે કોઈ ફિલ્મને ડાયરેક્ટ નહીં કરે, પરંતુ પ્રોડ્યુસર તરીકે સમગ્ર પ્રોજેક્ટ પર દેખરેખ રાખશે આમિર ખાનની છેલ્લી ફિલ્મ ‘લાલસિંગ ચઢ્ઢા’ ૨૦૨૨ના વર્ષમાં રિલીઝ થઈ હતી અને બોક્સઓફિસ પર પછડાઈ હતી. આમિરની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ આ વર્ષે રિલીઝ થવાની છે, જે ૨૦૦૭ની બ્લોકબસ્ટર ‘તારે જમીન પર’ની સીક્વલ છે.
આ ફિલ્મમાં આમિર અને દર્શિલ સફારી ફરી સાથે જોવા મળશે. જેનેલિયા દેશમુખ પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી. ‘સિતારે જમીન પર’ રિલીઝ માટે તૈયાર છે ત્યારે આમિરે અન્ય એક ફિલ્મનું પ્રોડક્શન શરૂ કરવા પ્રયાસ હાથ ધર્યા છે.
મુંબઈના જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમના પર બાયોપિક બનાવવા આમિર ખાન ઘણાં વર્ષાેથી મહેનત કરી રહ્યા હતા. આમિર ખાને પ્રોડ્યુસર તરીકે આ ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું.
આમિરે સ્ક્રિપ્ટ ફાઈનલ કરવા માટે ઘણી મહેનત કરી હતી અને લીડ રોલ કરવાની પણ તેમની ઈચ્છા હતી. આમિર ખાને લાંબી મથામણ પછી આ ફિલ્મનું પ્રોડક્શન શરૂ કરવા તૈયારી હાથ ધરી છે, પરંતુ આ વખતે લીડ રોલમાં પોતે રહેવાના બદલે અન્ય દમદાર એક્ટરને ચાન્સ આપવાનું વિચાર્યું છે.
રિપોટ્ર્સ મુજબ, આમિરને ઉજ્જવલ નિકમના લીડ રોલ માટે પોતાના જેવો જ કમિટેડ એક્ટર જોઈતો હતો અને તેમની નજર રાજકુમાર રાવ પર ઠરી છે. આમ, આમિરે સમયની સાથે પોતાની પદ્ધતિમાં બદલાવ લાવવાનું વિચાર્યું હોય તેમ લાગે છે.
ઉજ્જવલ નિકમના જીવન આધારિત ફિલ્મમાં પોતાનો લીડ રોલ જતો કરી રાજકુમાર રાવને તક આપવાનું આમિરે વિચાર્યું છે અને હવે ‘મહાભારત’માં પણ એક્ટિંગ કરવાનો કોઈ ઈરાદો નથી.SS1MS