Western Times News

Gujarati News

અમરોલી પોલીસે રાજ્યવ્યાપી ડુપ્લિકેટ નોટના કૌભાંડનો પર્દાફાશ કર્યો, બેંગ્લોરથી સપ્લાય થતી હતી

પ્રતિકાત્મક

સુરત, શહેરના અમરોલી પોલીસને મોટી સફળતા મળી છે. તેમણે રાજ્યવ્યાપી ડુપ્લિકેટ નોટ રેકેટ ઝડપી પાડ્યું છે. બેગ્લોરથી ૪ લાખથી વધુ ડુપ્લિકેટ નોટ ઝડપાઈ હતી. બેંગ્લોરના એક ઈસમને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે ૯૦ હજારની ડુપ્લિકેટ નોટ સાથે ઇસમો ઝડપાયા હતા. બેંગ્લોરથી ડુપ્લિકેટ નોટ સુરત મોકલવામાં આવતી હતી. ગુજરાતમાં બીજી કેટલી જગ્યાએ નોટો મોકલી તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.

૧૪મી એપ્રિલની રાતે શાંતિલાલ મેવાડા બીજીવાર ૫૦૦ના દરની નકલી નોટ વટાવવા પાનના ગલ્લા પર આવ્યો હતો. આથી વૃદ્ધે તેને પકડી મેથીપાક આપ્યો હતો અને અમરોલી પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે શાંતિલાલ મેવાડા પાસેથી ૫૦૦ના દરની નકલી ૧૮૧ ચલણી નોટો અને ૫૦ના દરની ૩૨ નોટો મળી આવી હતી. આ નકલી નોટ બાબતે પોલીસે પૂછપરછ કરતા તેણે આ નોટો પિતરાઇભાઈ વિષ્ણુ મેવાડાએ આપી હોવાનો ખુલાસો કર્યો હતો.

ત્યારબાદ પોલીસે વિષ્ણુ મેવાડાને ઊંચકી લાવી હતી અને તેની પાસેથી ૫૦૦ના દરની ૧૮૧ નકલી નોટો મળી આવી હતી. આ ઉપરાંત ૫૦ના દરની ૩૨ નોટો મળી આવી હતી. આ રીતે કુલ ૯૨ હજારની નકલી નોટો મળી આવતા પોલીસે શાંતિલાલ ભવરલાલ મેવાડા અને વિષ્ણુ મિસરીલાલ મેવાડાની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ ઉપરાંત નકલી નોટો, બાઇક અને મોબાઇલ કબજે કર્યો છે.

સુરત પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા નોટ મોકલનાર ઈસમને બેંગલોરથી આરોપી માઈકલ રાઈવન, રાહુલ ફનાર્ન્ડિઝને પકડી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે. આ પકડાયેલા આરોપી પાસેથી કુલ ૪ લાખ ૮૯ હજારની નકલી નોટો પણ મળી આવી છે.

રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ નોટના રેકેટનો પર્દાફાશ સુરત પોલીસે કર્યો છે. જાે કે, બેંગ્લોરથી ૪ લાખ ૮૯ હજાર વધુની ડુપ્લિકેટ નોટ ઝડપાઇ હતી. હાલ તો પોલીસે પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ પકડાયેલા આરોપીએ અન્ય કયા કયા શહેરમાં નકલી નોટ વટાવવા માટે આપી છે તે દિશામાં તપાસ આદરી છે.

મહત્વની વાત એ છે કે, સુરતની અમરોલી પોલીસને નકલી નોટના રેકેટનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. ત્યારે આ કામગીરી બદલ સુરત પોલીસ કમિશનર દ્વારા અમરોલી પોલીસને ૧૦ હજાર રૂપિયા ઈનામ આપીને સન્માન કરવામાં આવ્યું છે. હાલ તો આ નકલી નોટ કેસ માટે સુરત પોલીસ અલગ અલગ દિશામાં પણ તપાસ આદરી છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.