AAP પાર્ટીએ ટીંટોઈ-૨ તાલુકા અને સરડોઇ સીટ પર ઉમેદવાર જાહેર કર્યા
અરવલ્લી જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે હાલ રાજકારણ સાથે સંકળાયેલ લોકો ટીકીટ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે જીલ્લામાં આમ આદમી પાર્ટીએ પણ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર ચૂંટણીમાં જંગમાં ઝંપલાવાનું નક્કી કરી લીધું હોવાની સાથે યોગ્ય મૂરતિયા શોધવાની સાથે સંગઠનનો વ્યાપ વધારવા બેઠકો યોજી રહી છે
આમ આદમી પાર્ટીએ મોડાસા તાલુકામાં સમાવિષ્ટ ટીંટોઈ-૨ અને સરડોઇ બેઠક અનુસુચિત જાતિ માટેની અનામત હોવાથી બંને બેઠક પર અનુસૂચિત જાતિ સમાજના બે ઉમેદવારોની જાહેરાત કરી અને અનુસૂચિત જાતિ સમાજના ૫૦૦ થી વધુ કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની જાહેરાત કરી હતી
અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજય પ્રાપ્ત કરવા ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી માટે મહામંથન મહામંત સાથે બેઠક પ્રભારી અને બંને રાજકીય પક્ષોના અગ્રણીઓ બંધ બારણે બેઠકો પર બેઠક યોજી રહ્યા છે બીજીબાજુ જીલ્લાના રાજકારણમાં પાપા પગલી માંડી રહેલી આમ આદમી પાર્ટીએ મોડાસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટીંટોઈ-૨ અનુસૂચિત જાતિ બેઠક પર યુવા અગ્રણી રાહુલ સોલંકી અને સરડોઇ બેઠક પર મંજુલાબેન સોલંકીની ઉમેદવાર તરીકે જાહેર કરી જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે
આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ કમલેશ પંડ્યા,ઉપપ્રમુખ કરીમભાઇ અને મંત્રી ભરત મકવાણાની હાજરીમાં ૫૦૦ થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા કોંગ્રેસની પરાંપરાગત મતબેંક ગણાતી અનુસુચિત જાતિ સમાજના લોકો આપ પાર્ટીમાં જોડાતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુકશાન સહન કરવું પડી શકે છે બીજીબાજુ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરતા ભાજપને ફાયદો થશે તેવું માની રહ્યા છે