AAPએ 5 નેશનલ જાેઇન્ટ સેક્રેટરી નિયુક્ત કર્યા
નવીદિલ્હી, Aam Aadmi Party led by Delhi Chief Minister Arvind Kejriwalએ આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીની તૈયારીમાં જાેડાઇ ગઇ છે. આ અંતર્ગત આમ આદમી પાર્ટીએ પાંચ નવા રાષ્ટ્રીય સંયુક્ત સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.AAP appointed 5 National Joint Secretaries
આપ દ્વારા જે નેતાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, તેમાં સુધીર વાઘાણી, ઉમેશ મકવાણા, હેમંત ખાવા, ભૂપત ભાયાણી અને પંકજ સિંહનો સમાવેશ થાય છે. પંકજ સિંહ આપના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ રહી ચૂક્યા છે. સુધીર વાઘાણી, ઉમેશ મકવાણા, હેમંત ખાવા અને ભૂપત ભાયાણી ગુજરાતમાંથી પાર્ટીના ધારાસભ્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે, સામાજિક કાર્યકર અણ્ણા હજારે દ્વારા ૨૦૧૧માં મજબૂત લોકપાલની માંગ સાથે શરૂ કરવામાં આવેલી ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાંથી ઉભરી આવેલી આમ આદમી પાર્ટીની હાલમાં દિલ્હી અને પંજાબમાં બે રાજ્યોમાં સરકારો છે.
આપે ગયા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ પૂરી તાકાતથી લડી હતી, પરંતુ પાર્ટીને અપેક્ષિત સફળતા મળી ન હતી. આ નવી જાહેરાત બાદ માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી જાેરદાર તૈયારી સાથે લડી શકે છે.HS1MS