‘AAP’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મહેસાણામાં વેપારીઓ સાથે સંવાદ કર્યો
અમદાવાદ, આમ આદમી પાર્ટી ફક્ત કહેતી નથી, કરવામાં વિશ્વાસ રાખે છે. દરેક ક્ષેત્ર પ્રમાણે વેપારીઓએ પણ અલગ અલગ સમસ્યાઓ અનુભવવી પડતી હોય છે. બીજી પાર્ટીઓ આવે છે, ખોટા વાયદાઓ કરે છે અને જનતાને લૂંટીને જતી રહે છે.
કોઈ સામે આવીને જનતાને પોતાની સમસ્યાઓ રજૂ કરવાનો મોકો આપતું નથી. પરંતુ આ કુપ્રથા આમ આદમી પાર્ટીએ બંધ કરી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના દરેક જિલ્લામાં જઈને વેપારીઓની સમસ્યા જાણવાની નવી મુહિમ શરુ કરી છે. આ મુહિમને આગળ વધારવા માટે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સમગ્ર ગુજરાતના વેપારીઓને મળીને તેમની સાથે વાતચીત કરશે અને તેમની સમસ્યાઓ જાણશે.
આ કાર્યક્રમને રોકવા માટે પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છતાંય આમ આદમી પાર્ટી ક્યાંય થોભી નથી. આ અનુક્રમે વેપારી સાથે સંવાદ અંતર્ગત મહેસાણામાં ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ સુધી પહોંચવા માટે અને તેમના વિચારો જાણવા માટે આમ આદમી પાર્ટીએ સતત એક મહિના સુધી ગુજરાતના દરેક શહેરમાં વેપારી સંવાદનું આયોજન કર્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મહેસાણામાં વેપારીઓ સાથેના જનસંવાદ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, આજ સુધી બધા નેતા આવતા હતા અને ભાષણ આપીને જતા રહેતા હતા.
કોઈ આપણી વાત સાંભળતું ન હતું. પણ તમામની વાત સાંભળવામાં આવે, દરેક વર્ગની સમસ્યાઓ જાણવામાં આવે, એવું કલ્ચર ફક્ત અરવિંદ કેજરીવાલજી લાવ્યા છે. લોકોના તમામ પ્રશ્નોનું સમાધાન લાવવા માટે આમ આદમી પાર્ટી સંવાદ કાર્યક્રમ દ્વારા પ્રયાસ કરી રહી છે.
અત્યાર સુધીના જેટલા વેપારી સંવાદ થયા તેના પરથી સમજાય છે કે જીએસટી કાયદો છે તે ગડબડ છે. વેપારીઓ સરકારને ટેક્સ આપવા માંગે છે, પણ તમામ એવું ઈચ્છે છે કે ઈમાનદારીથી ટેક્સનું કલેક્શન થાય, સરકાર ઈમાનદારી થી પૈસા લે. સરકારે એવી રીતે ટેક્સ લેવો જાેઈએ કે કોઈને લાગે નહીં કે મારા ખિસ્સામાંથી રૂપિયા કાઢી જાય છે. પણ જ્યારે સ્કૂલ બને, હોસ્પિટલ બને, વીજળી આપવામાં આવે ત્યારે જનતાને લાગવું જાેઈએ કે સરકાર શાનદાર કામ કરી રહી છે.