Western Times News

Gujarati News

AAP ટેકો આપશે તો અમે લઈશુંઃ મોટી પાર્ટીના સિનિયર કક્ષાના નેતાએ કરી વાત

(એજન્સી)અમદાવાદ, ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીએ પાટણ ખાતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી પણ જાે ટેકો આપશે તો અમે લઈશું. વાત કોઈ વ્યક્તિની નહીં વિચારધારાની છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે વ્યક્તિ કરતા વિચારોનું મહત્વ છે.

શંકરસિંહજી હોય, છોટુંભાઈ વસાવા હોય, એનસીપીની પાર્ટી હોય કે બીજા લોકો હોય. આમ આદમી પાર્ટી અમને ટેકો આપે તો અમે લઈજ લઈએને. અમારે તો બીજેપી જેવા કોમવાદી પરિબળો સામે લડવું છે. આ અંગે કોંગ્રેસના પ્રવકતા હેમાંગભાઈ રાવલેએ જણાવ્યું કે ભરતસિંહ જે વાત કરી છે તે વિચારધારાની વાત છે.

એટલે કે કોંગ્રેસની વિચારધારને કોઈ પણ ટેકો આપે તો અમે લઈએ. કોંગ્રેસની વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારા છે. કોંગ્રેસની વિચારધારા સત્ય અને અહિંસાની વિચારધારા છે. કોંગ્રેસની વિચારધારાએ સમાજિક ન્યાયની વિચારધારા છે.

આ વિચારધારાને કોઈ પણ પક્ષ એટલે તેમાં વ્યક્તિ પણ આવી ગયો. તેમણે વધુમાં કહ્યું કે ભરતસિંહે કહ્યું કે કોંગ્રેસ થમ્પિંગ મેજાેરિટીથી એટલે કે ૧૨૫ સીટથી બીજેપીના કુશાસનમાંથી ગુજરાતને મુક્ત કરાવવા જઈ રહી છે. ગાંધીનગર મ્યુનિસિપાલિટીની ચૂંટણીનું પરિણામ જાેઈ લો કોંગ્રેસના મત તોડવા માટે આપ અને ઓવેસીની પાર્ટી હતી.

આમ જાે તે વખતે આ પાર્ટીઓ ન હોત તો કોંગ્રેસને થમ્પિંગ મેજાેરિટીથી જીત પ્રાપ્ત થાત. તેમણે વધુમાં કહ્યું કે ત્યાં દિલ્હીમાં આ મોટા રિચાર્જ છે અને અહીં છોટા રિચાર્જ છે પરંતુ તેમનો કોઈ પ્લાન સફળ થઈ નહિ.

આ અંગે ભાજપના પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યું હતું કે જે પક્ષે આઝાદી પછી ૪૦-૫૦ વર્ષ સત્તા ભોગવી હોય તેને તેની ગંભીર ભૂલના કારણે ૨૫-૩૦ વર્ષ સત્તા વગર રહેવું પડે એટલે તેઓ ન કરવાનું બધુ કરવા તૈયાર થઈ જાય અને આ જ વાત આજે તેમના વરિષ્ઠ નેતાના મોઢેથી સાંભળવા મળી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.