AAP પાર્ટીએ 20 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સામે સીધો પડકાર ઉભી કરી રહેલી આમ આદમી પાર્ટી દ્વારા 20 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સૌરાષ્ટ્રની ત્રણ બેઠકોને આવરી લેવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તથા પ્રભારી ગુલાબસિંહ દ્વારા ઉમેદવારોની નવી યાદી જાહેર કરવામાં આવી હતી. પાર્ટીએ અત્યાર સુધીમાં પાંચ યાદી બહાર પાડી દીધી હતી. આજે 6ઠ્ઠુ લીસ્ટ જાહેર કર્યું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છ હેઠળની ત્રણ બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. રાપર બેઠક પરથી અંબાભાઈ પટેલ, જુનાગઢમાંથી ચેતન ગજેરા તથા વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીનું નામ જાહેર કરાયું છે. આ સિવાય વડનગર, મહેસાણા, વિજાપુર, ભીલોડા, બાયડ, પ્રાંતિજ, ઘાટલોડીયા, બોરસદ, આંકલાવ, ડાંગ, કપડવંજ વગેરે બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે.