Western Times News

Gujarati News

AAP સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પાડી રહી છે

અમદાવાદ, ૨૦૧૭માં સૌરાષ્ટ્રમાં પાટીદાર આંદોલને કોંગ્રેસને જેટલો ફાયદો કરાવ્યો, તેટલો જ ફાયદો આ વખતે આમ આદમી પાર્ટી જાે ભાજપને કરાવે તો નવાઈ નહીં. રાજકોટ, જામનગર, ભાવનગર જેવા મોટા શહેરોની વાત જવા દો, સૌરાષ્ટ્રના તો અનેક ગામડાંમાં પણ લોકો અરવિંદ કેજરીવાલ વિશે વધુ વાત કરી રહ્યા છે.

૨૭ વર્ષથી ગુજરાતમાં વિકાસની વાતો ઘણી થઈ છે, ગામડાં સુધી મહદઅંશે પાણી પણ પહોંચ્યા છે અને વીજળી પણ નિયમિત મળે છે. જાેકે, કેજરીવાલનું ૩૦૦ યુનિટ ફ્રી વીજળી અને સારી સ્કૂલો બનાવવાનું વચન ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને આકર્ષી રહ્યું છે. અધૂરામાં પુરું સોશિયલ મીડિયા થકી લોકો કેજરીવાલ અને તેમની પાર્ટીને વધુમાં વધુ જાણી રહ્યા છે.

સ્વાભાવિક છે કે, AAP જેવી પહેલીવાર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડતી પાર્ટી સોશિયલ મીડિયામાં ભાજપ જેવા ધૂરંધર હરીફને હંફાવી રહી છે અને તેની અસર ગ્રામ્ય વિસ્તારો પર સ્પષ્ટ રીતે જાેવા મળી રહી છે.

આમ તો લોકો રાજકારણીઓના વચનો પર ખાસ વિશ્વાસ નથી કરતા, પરંતુ કેજરીવાલ જે રીતે દિલ્હી અને પંજાબ મોડેલ આગળ ધરી રહ્યા છે તેનાથી લોકો તેમને ગંભીરતાથી લઈ રહ્યા છે.

કારણકે તેમને એવું લાગે છે કે કેજરીવાલે જે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું તે ગુજરાતમાં પણ થઈ શકે છે. એક તરફ ભાજપ કેજરીવાલના વચનોને રેવડી ગણાવી તેને ગુજરાતની પ્રજા ક્યારેય નહીં આવકારે તેવા દાવા કરે છે. જાેકે, સૌરાષ્ટ્રના ગરીબ વર્ગના લોકો માટે ૩૦૦ યુનિટ ફ્રી વીજળી રેવડીથી કંઈક વિશેષ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે

કેજરીવાલ, ગોપાલ ઈટાલિયાના વિડીયો જાેઈ લોકો પણ દલીલ કરતા થઈ ગયા છે કે નેતાઓ બધું મફતમાં મેળવે તેની સરખામણીએ પ્રજાને થોડુંઘણું મફતમાં મળે તેમાં વાંધો શું છે? સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તો એવી સ્થિતિ છે કે જાણે અહીં સીધી લડાઈ છછઁ અને ભાજપ વચ્ચે જ દેખાઈ રહી છે.

કોંગ્રેસ ગ્રાઉન્ડ લેવલ પર પ્રચાર કરી રહી છે તેવી વાતો ભલે થતી હોય, પરંતુ લોકો જાણે કોંગ્રેસને ગંભીરતાથી લઈ જ નથી રહ્યા. વળી, મતદારોને આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ જ્યારે ભાજપમાં નરેન્દ્ર મોદી જેવા ચહેરા દેખાઈ રહ્યા છે, સામે પક્ષે કોંગ્રેસમાં આવા કોઈ જાણીતા ચહેરાનો અભાવ સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટી જે વર્ગને ટાર્ગેટ કરી રહી છે તે પરંપરાગત રીતે કોંગ્રેસનો મતદાર રહ્યો છે, પરંતુ હવે તે AAP તરફ સરકતો દેખાઈ રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસના પ્રવાસમાં સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ફરતા અનેક મુસ્લિમોને પણ મળવાનું થયું. તેઓ કોંગ્રેસની વફાદાર વોટબેંક પણ મનાય છે. કેટલાક મુસ્લિમોએ એમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટી આમેય રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરે તેવી કોઈ શક્યતા નથી, તેવામાં તેને મત આપવા કરતા કોંગ્રેસ બહેતર વિકલ્પ રહેશે.

કેટલાક મુસ્લિમ મતદારોએ તો એવું પણ કહ્યું કે આમ આદમી પાર્ટી રાજ્યમાં જાણે ભાજપને ફાયદો કરાવવા જ આવી હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં એકદંરે એન્ટિ ઈન્કમ્બન્સીની અસર દેખાઈ રહી છે, તેમાં કોઈ બેમત નથી. ઘણી જગ્યાએ પાણીના પ્રશ્નોનું મહદઅંશે નિરાકરણ પણ આવ્યું છે, પરંતુ ખરાબ રસ્તા, સારી સરકારી સ્કૂલોનો અભાવ, સરકારી આરોગ્ય કેન્દ્રો-હોસ્પિટલોની હાલત બાબતે લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.

આ સિવાય મોંઘવારી પણ મુદ્દો છે. લોકો ગેસ સિલિન્ડર તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ નડી રહ્યા છે, પરંતુ આ બધાની અસર ભાજપની વોટબેંક પર થાય તેવી પણ ખાસ શક્યતા નથી દેખાઈ રહી. આ મુદ્દે પણ જે લોકો સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તે કોંગ્રેસને નહીં, પરંતુ આમ આદમી પાર્ટીને વોટ આપવાનું કહી રહ્યા છે.

આમ આદમી પાર્ટી પાસે અરવિંદ કેજરીવાલ જેવો ચહેરો છે. ગુજરાતમાં પાર્ટીએ ઈસુદાનને સીએમ કેન્ડિડેટ પણ જાહેર કરી દીધા છે. જાેકે, કોંગ્રેસમાં હજુય શું ચાલી રહ્યું છે તે લોકોને ખબર નથી. ઘણા લોકોએ કોંગ્રેસને વોટ ના આપવા એવી પણ દલીલ કરી કે તેને વોટ આખરે કોનો ચહેરો જાેઈને આપીએ? કોંગ્રેસ પાસે એવું છે શું? ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ઈસુદાન અહીં ઠીક-ઠીક જાણીતા છે.

ભાજપ પાસે તો નરેન્દ્ર મોદીનો ચહેરો છે જ, લોકો ‘આવશે તો મોદી જ..’ એવી પણ વાતો કરી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે કોંગ્રેસ ઠેરની ઠેર જ લાગી રહી છે. ૨૦૧૭માં સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ ૫૪ બેઠકમાંથી કોંગ્રેસને ૩૦ જ્યારે ભાજપને ૨૩ બેઠકો મળી હતી. તે વખતે પાટીદાર આંદોલનની જાેરદાર અસર હતી, જેનો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ફાયદો કોંગ્રેસને મળ્યો હતો.

પરંતુ આ વખતે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર અહીં આમ આદમી પાર્ટી લાગી રહી છે. બીજી તરફ, અમરેલી જેવા કોંગ્રેસના ગઢમાં પણ ભાજપ આ વખતે જાેરદાર ટક્કર આપશે તેવું લોકો સાથેની વાતચીતથી લાગી રહ્યું છે. ઘણી બેઠક પર એવું પણ થવાના ચાન્સ છે કે આમ આદમી પાર્ટીના વોટ તોડવાથી કોંગ્રેસને તે ગુમાવવાનો પણ વારો આવે.

૨૦૧૭માં એવી સ્થિતિ જાેવા મળી હતી કે હાર્દિક પટેલ જેવા પાટીદાર આંદોલનના નેતાઓની સભામાં ભીડ તો જાેરદાર ઉમટતી હતી, પરંતુ તે વોટમાં કન્વર્ટ નહોતી થઈ. કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ એ વાતનું આશ્વાસન લઈ રહ્યા છે કે કેજરીવાલની સભામાં ભલે ભીડ દેખાતી હોય, પરંતુ તે વોટમાં પરિવર્તિત થાય તેવી શક્યતા ઓછી છે.

કેટલાક સામાન્ય લોકોએ પણ કંઈક આવો જ ઓપિનિયન આપ્યો. ઘણા લોકોએ સૌરાષ્ટ્રની સ્થિતિને ‘ભરેલા નારિયેળ’ સાથે પણ સરખાવી. જાેકે, ખરેખર આવું કંઈ થાય છે કે કેમ તે તો ૦૮ ડિસેમ્બરે જ સ્પષ્ટ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.