હું મારું બધું છોડીને ગુજરાતની જનતા માટે આવ્યો છુંઃ AAP ઇસુદાન ગઢવી

અમદાવાદ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં મીડિયાને સંબોધતા કહ્યું કે, હું સમજું છું કે ગુજરાતના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમે જે રીતે ગુજરાતના ખૂણે-ખૂણે જઈ રહ્યા છીએ, ટીવી ચેનલવાળા પણ લોકો સાથે વાત કરી રહ્યા છે,
તે દર્શાવે છે કે ગુજરાત એક મોટા પરિવર્તન તરફ જઈ રહ્યું છે. એક મોટું પરિવર્તન થવાનું છે. ૨૭ વર્ષ સુધી ગુજરાત પાસે કોઈ વિકલ્પ નહોતો. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો સંબંધ એટલો ઊંડો છે કે મત કોઈને પણ આપો સરકાર ભાજપની જ બનશે. પરંતુ પહેલીવાર લોકો આમ આદમી પાર્ટીના રૂપમાં એક સાર્થક વિકલ્પ જાેઈ રહ્યા છે.
ગઈકાલે જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારે દરેક ચેનલ પર તે બતાવવામાં આવી રહી હતી. એક ચેનલ પર મેં જાેયું કે એક રિપોર્ટરને અમદાવાદમાં સામાન્ય લોકોને પૂછવાનું કહેવામાં આવ્યું કે તેઓ શું ઈચ્છે છે? એક વ્યક્તિએ કહ્યું કે અમને પરિવર્તન જાેઈએ છે અને તે પછી જે લોકોને પૂછવામાં આવ્યું તે બધાએ કહ્યું કે અમને પરિવર્તન જાેઈએ છે. પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પરિવર્તનનો અર્થ શું છે? તો તેમણે કહ્યું કે પરિવર્તનનો અર્થ છે કે અમને કેજરીવાલ જાેઈએ છે.
લોકોને આશા છે કે પરિવર્તન આવશે, મોંઘવારી દૂર થશે, યુવાનોને રોજગાર મળશે, સારું શિક્ષણ મળશે, સારી હોસ્પિટલો ખુલશે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે, નવું એન્જિન છે, નવી આશા લઈને આવી છે. આમ આદમી પાર્ટી આખા દેશની અંદર નવી આશા, નવી રાજનીતિ, નવા ચહેરા લઈને આવી છે.
એટલા માટે અમે બંધ રૂમમાં બેસીને નક્કી નથી કરતા કે કોણ મુખ્યમંત્રી બનશે. અમે પંજાબમાં પણ આવું જ કર્યું. ભગવંત માન સાહેબને CM પદના ઉમેદવાર કેજરીવાલજીએ પસંદ કર્યા નથી, પંજાબની જનતાએ તેમને પસંદ કર્યા છે. કોઈ સર્વે નવા પક્ષની આગાહી કરી શકે તેમ નથી.
જ્યારે દિલ્હીમાં સર્વે કરવામાં આવી રહ્યો હતો ત્યારે અમને તેમાં એક પણ સીટ મળી ન હતી, પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે અમને ૨૮ સીટ મળી હતી. તેવી જ રીતે ગુજરાતની ચૂંટણીના પરિણામો આવશે ત્યારે તમામ સર્વે નિષ્ફળ જશે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તે નિશ્ચિત છે. તેથી જ આજે અમે આમ આદમી પાર્ટીના CM સ્નો ચહેરો નથી જાહેર કરી રહ્યા, આજે અમે ગુજરાતના આગામી મુખ્યમંત્રીનું નામ જાહેર કરી રહ્યા છીએ.