AAPના ઉમેદવાર જગમાલ વાળા પર ટોલ બુથ પર દાદાગીરી કરવા બદલ કેસ
(એજન્સી)ગીર સોમનાથ, ૧૫ નવેમ્બરે મોડી રાત્રે વેરાવળ નજીક ડારી ટોલબુથ પરથી જગમાલ વાળા પસાર થઈ રહ્યાં હતા. ત્યારબાદ તેમણે અહીં બેરેક કેમ રાખ્યા છે તેમ કહી ટોલબુથના કર્મચારીને લાફા માર્યા હતા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
હવે પ્રભાસ પાટણ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. એટલે કે મતદાન પહેલા જ આમ આદમીના ઉમેદવાર વિવાદમાં આવી ગયા છે. ગીર સોમનાથના વેરાવળ નજીક હાઈવે પર ડારી ટોલબુથ ઉપર કામ કરતા ટોલકર્મી ધરમ વાજાએ ફરિયાદમાં જણાવ્યું કે ૧૫ નવેમ્બરે મોડી રાત્રે સફેદ કારમાં આમ આદમી પાર્ટીના સોમનાથના ઉમેદવાર ટોલબુથ પર પહોંચ્યા હતા
અને તે સમયે તેમની આગળની કાર પસાર થવામાં થોડો સમય લાગ્યો હતો. ત્યારબાદ તેમણે નીચે ઉતરીને કહ્યું કે હું જગમલ વાળા છું અને મારી ગાડી આવે ત્યારે બેરેક કેમ રાખવામાં આવે છે. ત્યારબાદ મને લાફા માર્યા, અપશબ્દો કહ્યાં હતા અને નિકળી ગયા હતા. ટોલબુથ પર દાદાગીરી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવારની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.