AAPના કેજરીવાલ ગુજરાતના ઘરે ઘરે જશે અને લોકોને ગેરંટી કાર્ડ આપશે
૨ સપ્ટેમ્બરથી અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતની તમામ ટીમો ગુજરાતના ઘરે ઘરે જશે અને ડોર ટુ ડોર કેમ્પેઇન કરશેઃ ઈસુદાન ગઢવી
અમદાવાદ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે, દિવસે ને દિવસે એક નવી ઊંચાઈ પર આમ આદમી પાર્ટીનું સંગઠન પહોંચી રહ્યું છે. હજારો લોકો આમ આદમી પાર્ટી સાથે જાેડાઈ રહ્યા છે,
તમામ વર્ગમાંથી, તમામ વિસ્તારમાંથી, તમામ સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અરવિંદ કેજરીવાલજી સાથે અને આમ આદમી પાર્ટી સાથે જાેડાઈ રહ્યા છે. અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી એ ડોર ટુ ડોર કેમ્પેઇન હોય કે જન સંવાદ હોય કે ધરણા પ્રદર્શન હોય કે સોશિયલ મીડિયા કેમ્પેન હોય, આવા અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી આમ આદમી પાર્ટી નો વિચાર એક એક વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે. અને આ તમામ કાર્યક્રમના કારણે જનતાનો ભરોસો આમ આદમી પાર્ટી ઉપર વધી રહ્યો છે.
પછી ભલે એ પોલીસ કર્મચારી વર્ગ હોય, આંગણવાડીની બહેનો હોય, હોમગાર્ડ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, તમામ લોકો અરવિંદ કેજરીવાલજી ઉપર ખૂબ ભરોસો કરી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે એક મોકો અરવિંદ કેજરીવાલજીને આપવામાં આવે.
ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલજીને એક મોકો આપે તે માટે અરવિંદ કેજરીવાલજીએ પાછલા કેટલાક દિવસોમાં ગુજરાતના લોકોને અમુક ગેરંટીઓ આપી છે. ગુજરાતના અને દેશના ઇતિહાસમાં પહેલી વખત ગેરંટી શબ્દ વાપરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલજી એવા પહેલા નેતા છે જે કામ કરવાની ગેરંટી આપે છે
અને એવું જાહેરમાં કહેવાની હિંમત રાખે છે કે જાે કામ પૂરું ન થાય તો બીજી વખત મત ના આપતા. અરવિંદ કેજરીવાલજી એ પાછલા દિવસોમાં અલગ અલગ સેક્ટર પ્રમાણે ગેરંટીઓ આપેલી છે, જેમાં વીજળીને ગેરંટી છે, મહિલાઓની ગેરંટી છે, આદિવાસી સમાજની ગેરંટી છે, વેપારીઓની ગેરંટી છે, યુવાનો માટે રોજગારની ગેરંટી છે, શિક્ષા અને સ્વાસ્થની ગેરંટી છે, આ તમામ ગેરંટીઓ લોકોને આપી છે.
આ તમામ ગેરંટીઓ ગુજરાતના એક એક વ્યક્તિ સુધી પહોંચે,એક એક ઘર સુધી પહોંચે, તેના માટે એક મહા અભિયાન ચાલુ કરવાનું છે. જેણે અમે ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ તરીકે આગળ વધારવા જઈ રહ્યા છીએ. આવતીકાલે ખૂબ જ શુભ દિવસ છે આપણે ત્યાં પરંપરામાં મનાય છે કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણપતિની પ્રાર્થનાથી થાય તો એ કાર્ય સફળ થાય છે.
એટલા માટે આવતીકાલે ગણેશ ચતુર્થીના શુભ દિવસથી ડોર ટુ ડોર કેમ્પેનનો પ્રારંભ થશે, જેમાં અમારા સંગઠનના તમામ કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલજીની ગેરંટી એક એક ઘર સુધી પહોંચાડશે. ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેનમાં એક રજીસ્ટ્રેશન ફોર્મ હશે. તે રજીસ્ટ્રેશન ફોર્મ સાથે અમારા કાર્યકર્તાઓ એક એક ઘર સુધી જશે જેમાં રજીસ્ટ્રેશન નંબર, વ્યક્તિનું નામ, ગામ કે વોર્ડ નો નંબર, વ્યક્તિનો મોબાઇલ નંબર અને એની કઈ વિધાનસભા છે તેનું રજીસ્ટ્રેશન થશે.