Western Times News

Gujarati News

‘AAP’ના કેજરીવાલે રીક્ષા ચાલકના ઘરે ભોજન ગ્રહણ કર્યું

રીક્ષાચાલકનું આમંત્રણ સ્વીકારીને અરવિંદ કેજરીવાલજીએ તેમના ઘરે ભોજન લીધું-ભાજપ સરકારના ઈશારે અરવિંદ કેજરીવાલજીને તાનાશાહી રીતે રીક્ષાચાલકના ઘરે જતા રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો.

અરવિંદ કેજરીવાલજી રીક્ષામાં બેસીને રીક્ષાચાલક વિક્રમ ભાઈના ઘરે પહોંચ્યા. -પોલીસના સતત રોકવા છતાં અરવિંદ કેજરીવાલજી, ઇસુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજગુરુ અને ગોપાલ ઇટાલિયા રીક્ષાચાલકના ઘરે ગયા અને ભોજન લીધું.

તમે તમારા મુખ્યમંત્રી અને તમારા મંત્રીઓને તમારી સુરક્ષા આપો, હું જનતાનો માણસ છું, હું લોકોની વચ્ચે જઈશઃ અરવિંદ કેજરીવાલ

જ્યારે અમે જનતા વચ્ચે જઈએ છીએ ત્યારે તમે અમને જનતા વચ્ચે જતા રોકો છો, શું આ જ પ્રોટોકોલ છે તમારા ગુજરાતનો?: મને તમારી સુરક્ષા નથી જોઈતી, મારે જનતાની વચ્ચે જવું છે: અરવિંદ કેજરીવાલ

અમદાવાદ,  રીક્ષા ચાલકના જન સંવાદ કાર્યક્રમ દરમિયાન વિક્રમ ભાઈ દંતાણી નામના રીક્ષા ચાલક અરવિંદ કેજરીવાલજીને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ આજે અમદાવાદમાં રીક્ષા ચાલકો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઘણા રીક્ષા ચાલકોએ તેમની સમસ્યાઓ અને તેમના પ્રશ્નો અરવિંદજીની સામે મૂક્યા. આ દરમિયાન વિક્રમ ભાઈ દંતાણી નામના રીક્ષા ચાલકે અરવિંદ કેજરીવાલજીને તેમના ઘરે જમવા માટે બોલાવ્યા

અને કહ્યું, “મેં એક વીડિયોમાં જોયું હતું કે તમે પંજાબમાં એક રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા, તો શું તમે મારા ઘરે જમવા આવી શકો છો?” જવાબમાં અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે તેઓ ચોક્કસ આવશે અને તેમની સાથે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ રાત્રી ભોજન કરવા તેમના ઘરે આવશે.

અરવિંદ કેજરીવાલજીએ એમ પણ કહ્યું કે તેઓ હોટલથી વિક્રમ ભાઈના ઘર સુધી તેમની રીક્ષામાં જવાનું પસંદ કરશે. આ વાતચીત સાંભળીને તમામ રીક્ષાચાલકો ખૂબ ખુશ થઈ ગયા.

અરવિંદ કેજરીવાલજી, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા રીક્ષામાં ઘાટલોડિયા જવા નીકળ્યા.

આ પછી સાંજે 7:00 વાગ્યે વિક્રમ ભાઈ દંતાણી અરવિંદ કેજરીવાલજી, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાને લેવા માટે હોટેલ તાજ સ્કાયલાઈન પહોંચ્યા. ત્યાંથી અરવિંદ કેજરીવાલજી, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વિક્રમ ભાઈની રીક્ષામાં બેસીને ઘાટલોડિયા જવા નીકળ્યા જ્યાં વિક્રમ ભાઈનું ઘર છે.

તમે તમારા મુખ્યમંત્રી અને તમારા મંત્રીઓને તમારી સુરક્ષા આપો, હું જનતાનો માણસ છું, હું જનતાની વચ્ચે જઈશઃ અરવિંદ કેજરીવાલ

જ્યારે વિક્રમભાઈ અરવિંદ કેજરીવાલજી સાથે હોટેલમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસે સુરક્ષાનું કારણ આપીને અરવિંદ કેજરીવાલજીને રોક્યા હતા. આ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અમદાવાદના રીક્ષાચાલકો ત્યાં મોટી સંખ્યામાં હાજર હતા,

જેથી અરવિંદ કેજરીવાલજીને કોઈ ખતરો ન હતો, પરંતુ પોલીસકર્મીઓએ રીક્ષાને ચારે બાજુથી ઘેરી લીધી અને અરવિંદજીને રીક્ષામાં જવાની ના પાડી દીધી હતી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલજીએ પોલીસ કર્મચારીઓ સાથે વાત કરતા કહ્યું કે, આજે ગુજરાતની જનતા દુઃખી છે કારણ કે તેમના નેતાઓ જનતા વચ્ચે નથી જતા.

જ્યારે અને જનતા વચ્ચે જઈ રહ્યા છીએ તો તમે અમને જનતા વચ્ચે જતા રોકો છો, શું આ પ્રોટોકોલ છે તમારા ગુજરાતનો? આ પ્રોટોકોલથી જ ગુજરાતની જનતાને દુઃખી છે. તમારા નેતાઓને કહો કે પ્રોટોકોલ તોડીને જાહેરમાં આવે. અમને તમારી સુરક્ષા નથી જોઈતી, તમે દબાણ કરી રહ્યા છો.

તમે અમને કેદ કરીને રાખ્યા છે. મારે તમારી સુરક્ષા નથી જોઈતી, મારે જનતાની વચ્ચે જવું છે. તમે તમારી સુરક્ષા તમારા મુખ્યમંત્રી અને તમારા મંત્રીઓને આપો, હું જનતાનો માણસ છું, જનતાની વચ્ચે જઈશ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.