Western Times News

Gujarati News

AAPના મનીષ સિસોદિયાની આગેવાની હેઠળ નીકળેલી તિરંગા યાત્રામાં મહેસાણાના હજારો લોકો જાેડાયા

AAP Mehsana Manish Sisodiya rally

અમદાવાદ, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગઈ કાલે તેમની છ દિવસની મુલાકાત માટે અમદાવાદ પહોંચ્યા હતા. અને પછી હિંમતનગરથી મનીષ સિસોદિયાજીએ ‘બસ, હવે પરિવર્તન જાેઈએ’ યાત્રાની શરૂઆત કરી હતી.

આ જ અનુક્રમમાં આજે મનીષ સિસોદિયાજીએ મહેસાણામાં ‘બસ, હવે પરિવર્તન જાેઈએ’ યાત્રામાં ભાગ લીધો હતો. મનીષ સિસોદિયાજી સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ જાેઇંટ સેક્રેટરી ઇસુદાન ગઢવી પણ હાજર હતા.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી એ મહેસાણામાં ‘બસ, હવે તો પરિવર્તન જાેઈએ’

યાત્રામાં જાેડાયા હતા અને યાત્રામાં જાેડાયેલા હાજર હજારો લોકો અને આસપાસની દુકાનો અને ઘરોમાં રહેતા લોકોને નમસ્કાર કરીને કહ્યું કે, હું દિલ્હીથી તમને માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે ૨૭ વર્ષથી તમે ભાજપને મોકો આપીને જાેઇ લીધી છે, હવે એકવાર કેજરીવાલજીને મોકો આપો.

૨૭ વર્ષ સુધી તમે ભાજપને મોકો આપ્યો પણ ભાજપના લોકોએ તમારા માટે શાળાઓ નથી બનાવી, હોસ્પિટલો નથી બનાવી, એમને કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જીવો, ખાનગી શાળાઓ પર જીવો અને મોંઘવારી પણ એટલી વધારી દીધી કે તે લોન પર જીવો. રોજગાર તો છે જ નહીં, પોતાના બાળકોને મહેનત કરીને ભણાવો અને સરકારી નોકરીની પરીક્ષાનાં પેપર લીક કરી દો, જેનાથી બાળકો આત્મહત્યા કરી દે છે કે અથવા પોતાના ઘરે બેસી જાય છે.

આ બધું તો આપણે બંધ કરવાનું છે. આ છેલ્લા ૨૭ વર્ષથી ચાલ્યું આવે છે, જાે તમારે આ બધું બંધ કરાવવું હોય તો કેજરીવાલજીને એક મોકો આપીને જાેઇલો.

દિલ્હીના લોકોએ કેજરીવાલજીને એક તક આપી તો હવે દિલ્હીમાં લોકોનું વીજળીનું બિલ શૂન્ય આવે છે, સરકારી શાળાઓ આલીશાન બની ગઈ છે, સરકારી હોસ્પિટલો શાનદાર બની ગઈ છે, ૧૦ લાખ લોકોને નોકરી મળી છે. હું તમારા બધાની વચ્ચે એ કહેવા આવ્યો છું કે કેજરીવાલજીને એક તક આપો.

જાે પંજાબની જનતાએ તક આપી તો સરકાર બન્યાના ૬ મહિના પહેલા જ પંજાબમાં ઘણું કામ થવા લાગ્યું છે. અને હવે ગુજરાતની જનતા પણ કેજરીવાલજીને મોકો આપવા તૈયાર થઈને બેઠી છે, આ જાેઈને ભાજપના લોકો બોખલાઈ ગયા છે, તેઓ જૂઠ પર જૂઠ બોલી રહ્યા છે, અને અલગ અલગર કાવતરા કરી રહ્યા છે. પરંતુ તમે તેમના ષડયંત્રને નિષ્ફળ બનાવો, કેજરીવાલજીને એક વાર તક આપો. કેજરીવાલજીને એક તક આપો અને જુઓ, જેમ અમે દિલ્હી અને પંજાબમાં કરીને બતાવ્યું છે તેવી જ રીતે ગુજરાતમાં પણ કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.