સામાજિક શ્રેત્રે આપેલ યોગદાન બદલ શાલ ઓઢાડી આરીફ રાજપૂતનું સન્માન

અમદાવાદ, તારીખ ૦૪/૦૫/૨૦૨૫, રવિવારે સાંજે ૮ વાગે ગોમતીપુર વિસ્તારમાં હઝરત પીર સૈયદ મોહંમદ મશાયખ રહે.ના રોઝા પાસે વર્ષો થી ધાર્મિક અને સામાજિક શ્રેત્રે કાર્યરત સંસ્થા શેરે ગુલિસ્તા કમિટી તરફથી સંસ્થા ના સેક્રેટરી એહશામુદદીન શેખ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર આગેવાન આરીફ રાજપૂત ફાઉન્ડેશનના ચેરમેન શ્રી આરીફ રાજપૂત (એડવોકેટ શ્ નોટરી) નુ ગોમતીપુર વિસ્તાર
માટે તેમજ સામાજિક, ધાર્મિક અને ન્યાયિક શ્રેત્રે આપેલ યોગદાન બદલ શાલ ઓઢાડી અને સીધી સૈયદ ની જાળીનો મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે કોંગ્રેસ ના સિનિયર આગેવાન શેર અલી અન્સારી, રખિયાલ વોર્ડ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ શરીફ ઘાંચી ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી આસીફ પવાર, ગુલ્લુ ઉસ્તાદ,રફીક અન્સારી,હનીફ પવાર, યાસીન ઘાંચી,
સદ્દામ શેખ,પયામ સૈયદ,સાદીક અન્સારી, શાહબુદ્દીન વિગેરે અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહેલ.આ કાર્યક્રમ નું સંચાલન ખાલિક ભાઈ દ્વારા અને આભાર વિધિ નિજામ શેખ દ્વારા કરવામાં આવેલ,