આસીફ શેફ “ભાભીજી ઘર પર હૈ”માં કવ્વાલ બને છે!
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈએ તેની હાસ્યસભર વાર્તા સાથે દર્શકોનું સતત મનોરંજન કર્યું છે. તેનાં પાત્રો હાસ્યસભર સ્થિતિઓ હેઠળ લઈ જઈને દર્શકોને પેટ પકડાવીને હસાવતાં રહ્યાં છે. વિભૂતિ નારાયણ મિશ્રા તરીકે આસીફ શેખ હવે કવ્વાલ બનવાનો છે,
જે સાથે અજોડ અને હાસ્યસભર અવસર હશે, જે દર્શકોને હાસ્ય સાથે મનોરંજન કરાવીને અલગ તરી આવશે. આ મોજીલી વાર્તા વિશે બોલતાં આસીફ શેખ ઉર્ફે વિભૂતિ નારાયણ મિશ્રા કહે છે,
“વિભૂતિ બજારમાં પોતાના બંને હાથોથી મચ્છરો મારે છે. તે સમયે એક ભિખારી વિભૂતિ પાસે આવીને કવ્વાલી ગાયકની જેમ તાળીઓ પાડવા માટે તેના વખાણ કરે છે. તે વિભૂતિને ગાવા માટે મનાવે છે અને જણાવે છે કે પોતે એક સમયે નામાંકિત કવ્વલ હતો, જેથી વિભૂતિને તાલીમ આપવાની ઓફર કરે છે. વિભૂતિ ભિખારીને અવગણે છે.
જોકે ઘરે આવ્યા પછી વિભૂતિ ડેવિડ ચાચા (અનુપ ઉપાધ્યાય) સાથે આ વાત કરે છે ત્યારે ડેવિડ ચાચા તેને જણાવે છે કે અંગૂરી (શુભાંગી અત્રે)ને કવ્વાલી બહુ ગમે છે. આથી વિભૂતિ તેને મોહિત કરવા માગે છે, જેથી ભિખારી પાસે તાલીમ લેવા તૈયાર થાય છે. તે ટીકા (વૈભવ માથુર), ટીલુ (સલીમ ઝૈદી) અને સકસેના (સાનંદ વર્મા)ની ટીમ બનાવે છે.”
આસીફ શેખ અનેક પાત્રોના ઊંડાણમાં ઊતરીને ચાહકોનું મનોરંજન કરવાની તેની ક્ષમતા માટે જાણીતો છે. તે કહે છે, “આ વાર્તામાં મારું પાત્ર વિવિધ તત્ત્વોનું સંમિશ્રણ છે, જેમાં હાસ્યનો ઉદાર ડોઝ ઉમેરવામાં આવ્યો છે. આરંભમાં મને રાગ, લય અને તાલનું યોગ્ય સંતુલન જાળવવામાં સંઘર્ષ કરવો પડ્યો.
જોકે મેં યુટ્યુબ પર એક પછી એક અનેક કવ્વાલીના વિડિયો જોઈને આ પડકાર પર જીત મેળવી. મારી સેટ પર ઉત્તમ મહેફિલ સૂઝબૂઝપૂર્વક ઘડનારી ટીમની સરાહના કરવી રહી, જેમણે અચૂક લાઈટિંગ, પડદાઓ અને વાજિંત્રો સાથે ઉત્તમ ગોઠવણી કરી.
અમને વિવિધ ગીતોની પ્રેક્ટિસ અને રિહર્સલ કરવાની અને હાર્મોનિયમ તથા તબલા જેવાં વાજિંત્રો વગાડવાની મજા આવી. અમારું મુખ્ય લક્ષ્ય નવી અને મોહિત કરનારી કન્ટેન્ટ થકી દર્શકોનું મનોરંજન કરવાનું છે. અમે અમારા દર્શકોને જકડી રાખવા માટે આ મજેદાર અને મનોરંજક પાત્રો રજૂ કર્યાં છે.”