Western Times News

Gujarati News

Aatmanirbhar Bharat:દેશની સેનાને સુવિધાઓથી વધુ સજ્જ બનાવવા સરકારે સ્વદેશી કંપનીઓ સાથે 27000 કરોડનો સોદો કર્યો

નવી દિલ્હી, આર્ત્મનિભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપતા રક્ષા મંત્રાલયે લગભગ 27000 કરોડ રૂપિયાના હથિયારો, દરિયાઈ જહાજાે, મિસાઈલ સિસ્ટમ અને અન્ય સાધનોની ખરીદી માટે કરાર કર્યા છે. તમામ ડીલ ભારતીય કંપનીઓ સાથે કરવામાં આવી છે.  Aatmanirbhar Bharat: Govt signs 27000 crore deal to equip country’s army with more facilities

દેશની સેનાને સુવિધાઓથી વધુ સજ્જ બનાવવા સરકારે સ્વદેશી કંપનીઓ સાથે 27000 કરોડનો સોદો કર્યો

નેવી માટે ૧૧ નેક્સ્ટ જનરેશન પેટ્રોલ વેસલ્સ અને છ મિસાઈલ કોર્વેટ્‌સની ખરીદી માટે રૂ. 19,600 કરોડનો સૌથી મોટો સંરક્ષણ સોદો કરવામાં આવ્યો છે. સેનાએ ભારત ડાયનેમિક્સ લિ. સાથે ૬,૦૦૦ કરોડની કિંમતની આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની બે રેજિમેન્ટની ખરીદી માટે કરાર કર્યો છે.

ઉપરાંત, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. સાથે ૧૩ Linux-U2 ફાયર કંટ્રોલ સિસ્ટમ માટે રૂ. ૧,૭૦૦ કરોડનો સોદો કર્યો છે. આકાશ મિસાઈલ સિસ્ટમ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખાના ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. તેનાથી સેનાની સંરક્ષણ ક્ષમતામાં વધારો થશે.

હાલની આકાશ મિસાઈલની સરખામણીમાં આ અદ્યતન મિસાઈલ સિસ્ટમ સ્વદેશી એક્ટિવ રેડિયો ફ્રીક્વન્સી સીકરનો ઉપયોગ કરે છે, જે તેને વધુ સચોટ બનાવે છે. ગોવા શિપયાર્ડ લિમિટેડ અને ગાર્ડન રીચ શિપબિલ્ડીંગ એન્ડ એન્જિનિયર્સ, કોલકાતાને ૧૧ પેટ્રોલ જહાજાેના બાંધકામ માટે ૯,૭૮૧ કરોડ રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

૭ જીએસએલ જ્યારે ૪ જીઆરએસી બનાવશે. આ સંપૂર્ણપણે સ્વદેશી જહાજાે હશે. સંરક્ષણ મંત્રાલયે કોચીન શિપયાર્ડ લિમિટેડ સાથે છ નેક્સ્ટ જનરેશન મિસાઈલ વેસેલ્સની ખરીદી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ રૂ. ૯,૮૦૫ કરોડની છે.

આ જહાજાેની ડિલિવરી માર્ચ ૨૦૨૭થી શરૂ થશે. NGMV એ સ્ટીલ્થ, હાઇ સ્પીડ અને અદ્યતન ફાયરપાવર સાથે સંપૂર્ણ સશસ્ત્ર જહાજ હશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રમાં દુશ્મન જહાજાે સામે હુમલો કરવાની ક્ષમતા પ્રદાન કરવાનો રહેશે. આ સિવાય સંરક્ષણ મંત્રાલયે ૧૨ વેપન લોકેટિંગ રડાર સ્વાતિની ખરીદી માટે પણ કરાર કર્યા છે. સ્વાતિની ખરીદીની ડીલ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે રૂ. ૯૯૦ કરોડમાં કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.