એ.બી.ગોરની મુખ્યમંત્રીનાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે પૂનઃ નિયુક્તિ:

ગાંધીનગર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાર્યાલયમાં નિવૃતિ પછી ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવતા ગુજરાત રાજ્યની આઈ.એ.એસ. કેડરની 2009ની બેચના અધિકારી એ.બી.ગોરની મુખ્યમંત્રીનાં કાર્યાલયમાં આગામી તા.31માર્ચ,2026 સુધી પૂનઃ નિયુક્તિ કરવામાં આવી છે.
મુખમંત્રીના કાર્યાલયમાં નિયુક્તિ પામતા પહેલા વડોદરા કલેકટર તરીકે ફરજ બજાવનાર અને હરણી બોટ કાંડ વખતે સરકારને ઉપયોગી થાય તેવી અગત્યની ભૂમિકા ભજવનાર ગોર અગાઉ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી તેઓનાં અનુભવનો ઉપયોગ કરવા માટે તેઓની સેવાઓ મુખ્યમંત્રીનાં કાર્યાલયમાં ચાલુ રખાઇ હોવાનું કહેવાય છે.એ.બી.ગોર સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દાવડ ગામના વતની છે.