Western Times News

Gujarati News

અનંતનાગમાં વાહન અકસ્માતમાં મહબુબા મુફ્તીનો આબાદ બચાવ

જમ્મુ, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીના વાહનનો અકસ્માત થયો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સુરક્ષા અધિકારીઓનો આબાદ બચાવ થયો છે. આ અંગે પીડીપી મીડિયા સેલે માહિતી આપી છે. મુફ્તી અનંદનાગના બોટ કૉલોનીના આગની દુર્ઘટનાના પીડિતોને મળવા જઈ રહ્યા હતા. તેઓ જે વાહનમાં હતા, તે સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ છે.

ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, ‘અકસ્માતમાં મહેબુબા મુફ્તીનો આબાદ બચાવ થયો હોવાનું સાંભળી ખુશી થઈ. અકસ્માતમાં ગંભીર ઘટના સર્જાવાની સંભાવના હતી. મને આશા છે કે, સરકાર અકસ્માતની પરિસ્થિતિઓની તપાસ કરશે. અકસ્માતમાં યોગદાન આપનારા સુરક્ષામાં કોઈપણ ઉણપને તુરંત એડ્રેસ કરવો જાેઈએ.’

એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીનો સંગમમાં એક કાર સાથે અકસ્માત થયો છે. તેઓ અગ્નિકાંડના પીડિતોને મળવા ખાનબલ જઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો, જાેકે તેઓનો આબાદ બચાવ થયો છે. ઘટનામાં તેમના ખાનગી સુરક્ષામાં તહેનાત એક પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ છે. ત્યારબાદ પીડીપી અધ્યક્ષ પોતાની નિર્ધારિત યાત્રા પર આગળ વધ્યા છે.’ SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.