અબ્બાસ-મસ્તાને અરબાઝ ખાનને ખિલાડી ફિલ્મની ઓફર કરી હતી
મુંબઈ, અભિનેતા અને દિગ્દર્શક અરબાઝ ખાને ખુલાસો કર્યો છે કે અબ્બાસ-મસ્તાને ફિલ્મ ‘ખિલાડી’ પહેલા એમને ઓફર કરી હતી પરંતુ તેણે તે ફિલ્મ કરવાની ના પાડી હતી. એ બાદ અક્ષય કુમારને સાઈન કરવામાં આવ્યો હતો અને એ ફિલ્મે અક્ષયને સ્ટાર બનાવી દીધો. આ બાદ જ અક્ષયને ‘ખેલાડી’નું ટેગ પણ મળ્યું હતું.
અરબાઝ ખાને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. અરબાઝ ખાને એ પણ જણાવ્યું કે અબ્બાસ-મસ્તાને તેમની બીજી ફિલ્મ દરાર માટે ફરીથી તેમનો સંપર્ક કર્યો અને તેમને સાઈન કર્યા. અરબાઝે ૧૯૯૬માં ‘દારર’થી હીરો તરીકે ડેબ્યૂ કર્યું હતું.
આ ફિલ્મમાં તેણે ખલનાયકની ભૂમિકા ભજવી હતી, જેના માટે તેને નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
‘દારાર’માં અરબાઝ ખાન ઉપરાંત જુહી ચાવલા અને ઋષિ કપૂર હતા. હાલ એક ઈન્ટરવ્યુમાં અરબાઝે પોતાના બોલિવૂડ ડેબ્યૂ અને ફિલ્મ ‘ખિલાડી’ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, ‘અબ્બાસ-મસ્તાને બીજી ફિલ્મ માટે મારો સંપર્ક કર્યો. પરંતુ હું તે ફિલ્મ કરી શક્યો નહીં, કારણ કે તે સમયે હું અન્ય ડિરેક્ટરની ફિલ્મ કરી રહ્યો હતો.
એ બાદ એમને મને ‘ખિલાડી’ ફિલ્મની ઓફર થઈ, જેમાં મને અક્ષય કુમારનો રોલ આૅફર કરવામાં આવ્યો હતો. પરંતુ એ ફિલ્મ પણ હું કરી શક્યો નહતો, પછી અક્ષય કુમારે એ રોલ કર્યો હતો. આ ફિલ્મ મોટી હિટ સાબિત થઈ અને અક્ષય મોટો સ્ટાર બની ગયો.
‘ખિલાડી’ પછી અક્ષય કુમારને ફિલ્મની ઓફરોનો પૂર આવ્યો. તે એક મોટો એક્શન સ્ટાર બની ગયો. પરંતુ અબ્બાસ-મસ્તાનના મનમાં ક્યાંક ને ક્યાંક અરબાઝ ખાન સાથે કામ કરવાની ઈચ્છા હતી અને એ જ ઈચ્છા સાથે તે ફરીથી અરબાઝનો સંપર્ક કર્યો. તેણે અરબાઝને ફિલ્મ ‘દારર’ ઓફર કરી હતી.
અરબાઝે કહ્યું, ‘ખિલાડી’ પછી અબ્બાસ-મસ્તાને ‘બાઝીગર’ કરી અને પછી ‘દારર’ મારી પાસે આવ્યા. તે મને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતો હતો. આ ફિલ્મ માટે ૧ લાખ રૂપિયાની સાઈનિંગ રકમ મળી હતી. જોકે તે મારા માટે મૂવી બ્રેક હતો અને પૈસાથી કોઈ ફરક પડતો નહોતો. તે સમયે હું ડેબ્યૂ કરી રહ્યો હતો, તેથી પૈસાથી બહુ ફરક નહતી પડતો.’SS1MS