લુણાવાડામાં બે સગીરાઓ ગુમ થઈઃ નાસી ગઈ હતી કે અપહરણ તે અંગે શંકા??
આ બાબતે લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મહીસાગરના પ્રોબેશન ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે
મહીસાગર, મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરાઓનું અપહરણ થયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ બાબતે લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મહીસાગરના પ્રોબેશન ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. લુણાવાડા પોલીસ મથકમાં બે સગીરાઓના અપહરણ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
લુણાવાડા શહેરમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરાઓનું અપહરણ થયું હોય તે અંગે ફરિયાદ નોંધાઈ હતી. લલચાવી ફોસલાવી અને અજાણ્યા ઇસમે અપહરણ કર્યા અંગે લુણાવાડા ચિલ્ડ્રન ફોર ગર્લ્સ મહીસાગરના પ્રોબેશન ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
તો ચિલ્ડ્રન હોમ એ એક સોસાયટીની અંદરના વિસ્તારમાં આવેલ અહીંયા અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ ગુનામાં ભોગ બનનાર સગીરાઓ તેમજ બાળકોને રાખવામાં આવતા હોય છે ત્યારે અહીંયાથી જ બે સગીરાઓનું અપહરણ થયા અંગેની ફરિયાદ નોંધાતા સુરક્ષા ઉપર પણ અનેક સવાલ ઉદભવ્યા છે.
દ્વારા આ બાબતે લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મહીસાગરની મુલાકાત લીધી હતી જ્યાં ઇન્ચાર્જ અધિકારી નરેશ ડામોર સાથે વાતચીત કરી હતી અને આ ઘટનામાં નવો જ વળાંક આવ્યો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બંને સગીરાઓ બીજા માળેથી સાડી બાંધી અને નીચે ઉતરી અને નાસી ગઈ છે તેમ જણાવ્યું હતું જેના સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે છે. અપહરણ થયું નથી પરંતુ આ બંને ભાગી ગઈ છે જેવું તેમણે જણાવ્યું હતુ.
તો લુણાવાડા પોલીસ મથકમાં આપના જ વિભાગના પ્રોબેશન ઓફિસરે અપહરણની ફરિયાદ કેમ નોંધાવી તે અંગે તેમણે સવાલ કરતા તેમણે જણાવ્યું કે એ કદાચ ભૂલથી એ રીતની ફરિયાદ લખાઈ હશે બાકી બંને બાળકી અહીંયાથી ભાગી ગઈ છે. આમ એક જ વિભાગના બંને અધિકારીઓના જવાબમાં વિરોધાભાસ જાેવા મળ્યો હતો.
જાેકે આ બંને સગીરાઓ પંચમહાલ અને દાહોદ જિલ્લાના પોલીસ મથક વિસ્તારમાં બનેલ ગુનામાં ભોગ બનનાર હોય જેને લઇ અને અહીંયા મૂકવામાં આવ્યા હતા ત્યારે અહીંયાથી જ જાે તે નાસી ગયા હોય તો ચિલ્ડ્રન હોમમાં મુકેલ બાળકોની સુરક્ષા પર પણ સવાલ ઉદ્ભવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે આ બંને સગીરાઓએ બીજા માળેથી સાડી બાંધી અને નીચે ઉતરી અને નાસી ગઈ છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે છે અને અમે અંગે ફરિયાદ નોંધાવી છે. અપહરણ ફરિયાદ કેમ નોંધાવી તે અંગે પૂરતા તેમણે જણાવ્યું હતું કે એ કદાચ પ્રોબેશન ઓફિસર દ્વારા ભૂલથી તે રીતે ફરિયાદ નોંધાવામાં આવી હશે પરંતુ આ બંને બાળાઓ ભાગી ગઈ છે તેમ જણાવ્યું હતું.
લુણાવાડા ખાતે ચિલ્ડ્રન હોમ આવેલ છે જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર તેમજ મળી આવેલ સગીરને રાખવામાં આવે છે જેમાં પાવાગઢ તેમજ ઝાલોદ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના ભોગ બનનાર બે સગીરાઓને રાખવામાં આવી હતી. જે બીજા માળેથી દુપટ્ટો નાખી અને નાસી ગઈ હતી.
પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઝાલોદ પીએસઆઇ પાસેથી મળતી માહિતી મુજબ સગીરા મળી આવી છે જેને અહીંયા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામે ભોગ બનનાર બંને સગીરાઓને લેવા માટે લુણાવાડા પોલીસ ગઈ છે.
સગીરાની પૂછપરછ બાદ જ તેમને કોઈ ભગાડી ગયું હતું કે કેમ તે અંગે વિગત બહાર આવશે. હવે બંને સગીરાઓ મળી આવતા પોલીસ દ્વારા તેને લુણાવાડા ખાતે લાવી અને પૂછપરછ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જ આગળની હકીકતો બહાર આવશે.