ઈરાકના નવા રાષ્ટ્રપતિ અબ્દુલ લતીફ રાશિદ

નવીદિલ્હી, ઈરાકમાં નવા રાષ્ટ્રપતિ પસંદગીના મામલે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી મડાગાંઠનો આજે આખરે અંત આવ્યો છે. કુર્દિશ નેતા અબ્દુલ લતીફ રાશિદ ઇરાકના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. નોંધનીય છે કે, સંસદમાં ૩૨૯ માંથી ૨૬૯ ધારાસભ્યોએ તેમના પક્ષમાં વોટિંગ કર્યું હતું અને આ રીતે તેઓ સહેલાઈથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.
ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર, ૭૮ વર્ષીય કુર્દિશ નેતા અબ્દુલ લતીફ રાશિદ હવે નવી સરકારની રચનામાં ભૂમિકા ભજવશે. અબ્દુલ બરહામ સાલીહનું સ્થાન લેશે જેઓ ચાર વર્ષથી ઈરાકના પ્રમુખ છે.
રાશિદે બ્રિટિશમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ૨૦૦૩થી ૨૦૧૦ સુધી ઇરાકના જળ સંસાધન મંત્રી હતા. રાશિદ પાસે સરકાર બનાવવા માટે સૌથી મોટા સંસદીય જૂથના ઉમેદવારને આમંત્રણ આપવા માટે ૧૫ દિવસનો સમય છે.HS1MS