આદિત્ય બિરલા ફેશનના બોર્ડમાં અનન્યા અને આર્યમાન સામેલ થયા
મુંબઈ: આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલના બોર્ડની બેઠક આજે યોજાઈ હતી, જેમાં સુશ્રી અનન્યા બિરલા અને શ્રી આર્યમાન વિક્રમ બિરલાને ડિરેક્ટર્સ તરીકે સામેલ કરવામાં આવ્યાં હતાં. સુશ્રી અનન્યા બિરલા અને શ્રી આર્યમાન વિક્રમ બિરલા ઉદ્યોગસાહસિકતા અને વ્યવસાયના નિર્માણમાં સમૃદ્ધ અને બહોળો અનુભવ ધરાવે છે.
બોર્ડ માને છે કે, એબીએફઆરએલને તેમના નવા ઉપયોગી સૂચનો અને વ્યવસાયિક કુનેહમાંથી લાભ થશે. ABFRL inducts Ms. Ananya Birla and Mr. Aryaman Vikram Birla as Directors
અનન્યા બિરલા અને શ્રી આર્યમાન વિક્રમ બિરલાને તાજેતરમાં આદિત્ય બિરલા ગ્રૂપના વ્યવસાયોને વ્યૂહાત્મક દિશા પ્રદાન કરતી સર્વોચ્ચ કંપની આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના બોર્ડમાં ડાયરેક્ટર્સ તરીકે સામેલ કરવામાં આવ્યાં છે.
શ્રી અનન્યા બિરલા સફળ ઉદ્યોગસાહસિક મહિલા છે અને પ્લેટિનમ સેલિંગ આર્ટિસ્ટ છે. તેમણે 17 વર્ષની વયે પ્રથમ કંપની સ્વતંત્ર માઇક્રોફિન પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી, જે ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતી એમએફઆઇ પૈકીની એક છે. કંપનીની એયુએમ 1 અબજ ડોલરથી વધારે છે
અને 120 ટકાના સીએજીઆર પર વૃદ્ધિ કરી છે (2015થી 2022). 700થી વધારે કર્મચારીઓ સાથે કંપની ગ્રેટ પ્લેસ ટૂ વર્કમાં સતત સ્થાન ધરાવે છે. સામાજિક મોરચે સુશ્રી અનન્યા બિરલા એમપાવરના સહ-સ્થાપક છે અને ભારતમાં માનસિક સ્વાસ્થ્ય વિશે સંવાદ માટેની જરૂરિયાતના હિમાયતી પણ છે. તેઓ અનન્યા બિરલા ફાઉન્ડેશનના સ્થાપક પણ છે, જે માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક અસરમાં પથપ્રદર્શક સંશોધન કરે છે.
શ્રી આર્યમાન વિક્રમ બિરલા વિવિધ પ્રકારનો અનુભવ ધરાવે છે, જેમાં ઉદ્યોગસાહસિકતા, વીસી રોકાણ અને વ્યવસાયિક સ્પોર્ટ સામેલ છે. આર્યમાન આદિત્ય બિરલા ગ્રૂપના કેટલાંક વ્યવસાયો સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ગ્રૂપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલા સાથે ચર્ચાવિચારણામાં તેઓ ગ્રૂપના અદ્યતન વ્યવસાયોમાં પ્રવેશ કરવામાં સક્રિય રહ્યાં છે.
આર્યમાને ગ્રૂપના D2C પ્લેટફોર્મ TMRWને ઇન્ક્યુબેટ કરવામાં મદદ કરી હતી તથા એના બોર્ડ પર ડિરેક્ટર છે. તેમણે ઉદ્યોગસાહસિકતાની સફરની શરૂઆત હોસ્પિટાલિટી વ્યવસાયમાં કરી હતી. આર્યમાન ગ્રૂપના વેન્ચર કેપિટલ ફંડ – આદિત્ય બિરલા વેન્ચર્સનું નેતૃત્વ પણ કરે છે. એબીજીમાં સામેલ થયા અગાઉ આર્યમાન કુશળ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર હતા.