અભય વર્માને પહેલી ફિલ્મ માટે માત્ર રૂ.૮૦૦ મહેનતાણું મળ્યું હતું
મુંબઈ, અભય વર્માના અભિનયની ‘મુંજ્યા’ના કારણે હમણા ઘણી પ્રશંસા થઈ રહી છે. આ હોરર કોમેડીમાં કામ કર્યું તે પહેલાં અભય ‘એ વતન મેરે વતન’માં પણ સારા અલી ખાનની વિરુદ્ધ લીડ રોલ કરી ચૂક્યો છે. તાજેતરમં તેણે એક ઇન્ટર્વ્યુ આપ્યો, જેમાં તેણે પોતાનાં સૌ પ્રથમ વળતર વિશે પણ વાત કરી હતી.
એવા ઘણા લોકો છે જેઓ જાણતા નથી કે અભય મેઇનસ્ટ્રીમની ફિલ્મોમાં આવ્યો એ પહેલાં તે જુનિયર આર્ટીસ્ટ તરીકે પણ કામ કરી ચૂક્યો છે. તેમાંથી એક ફિલ્મ હ્રિતિક રોશનની સુપર ૩૦ છે. પોતાના પહેલાં વળતર વિશે અભયે કહ્યું, “મેં ‘સુપર ૩૦’માં જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે.
મને તેમાંથી જે ૮૦૦ રૂપિયા મળેલાં ત્યારે મને લાગેલું કે એ ૮૦૦ રૂપિયામાંથી હું ગમે તે વસ્તુ ખરીદી શકું છું. મતલબ કે, પહેલી કમાણીમાં તમને એવું લાગે છે, તમને લાગે છે કે બસ હવે જીવનમાં કશું જ બાકી નથી, બધું જ ગોઠવાઈ ગયું છે. આમ આ બહુ સ્પેશિયલ ફીલિંગ હતી, કે હા આ ૮૦૦ રૂપિયા મારા છે. અને હું તેને ગમે ત્યાં વાપરી શકું છું.” જોકે, અભયે આ પૈસા યોગ્ય રીતે વાપરવાનું વિચાર્યું હતું.
તેણે કબૂલ્યું,“સદ્દનસીબે, હું બીજા દિવસે બૅંકમાં ગયો, પણ મારી મોમ ત્યારે મારી સાથે મુંબઈમાં નહોતી. તેથી હું ઇમાનદારીથી કહું છું કે, મેં ૫૦૦ રૂપિયા માને મોકલ્યા હતા અને ૩૦૦ રૂપિયા મારા માટે રાખ્યા હતા.” અભય વર્માએ જ્યારથી કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી પરિવારની થોડી થોડી જવાબદારી પણ લેવાની શરૂ કરી દીધી હતી.
તેણે જણાવ્યું, “૩૦૦ રૂપિયા મતલબ કે મારે કશુંક ખાવું હતું. તો મેં મારી જાતને મોટી પાર્ટી આપી હતી. તેથી તેમાં વ્યક્તિગત આનંદ પણ હતો.
મારી પહેલી કમાણીમાંથી ૫૦૦ માને મોકલી દીધા અને થોડા મારા માટે રાખ્યા.” ‘એ વતન મેરે વતન’માં કામ મળ્યું તે પહેલાં અભયે કેટલીક જાહેરાતમાં પણ કામ કર્યું હતું. હવે ‘મુંજ્યા’ની સફળતા સાથે તે ધીરે ધીરે સ્ટાર બની રહ્યો છે. તે ઇચ્છે છે કે તે હવે કામ મેળવ્યા કરે અને સારી ફિલ્મોથી તેનો સિતારો ચમક્યા કરે.SS1MS