અભિષેક બચ્ચનને એક્ટિંગ ભુલ લાગતી હતી અને ફિલ્મી દુનિયા છોડી દેવી હતી

મુંબઈ, અભિષેક બચ્ચને ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જરૂર બનાવી લીધું છે પરંતુ શરુઆતમાં તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. શરૂઆતમાં વર્ષાેમાં જ એક પછી એક નિષ્ફળ ફિલ્મ અને પિતા અમિતાભ બચ્ચન સાથે સતત સરખામણીનાં કારણે અભિષેક મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.
તે એક એવા તબક્કે પહોંચી ગયો હતો, જ્યાં તેણે ફિલ્મી દુનિયા છોડવાનો નિર્ણય લઈ લીધો હતો પરંતુ તેના પિતા અમિતાભ તેને પાછો ખેંચી લાવ્યા.તાજેતરમાં અમિભેષક બચ્ચનની ફિલ્મ બી હેપ્પી ઓટીટી પર રિલીઝ થઈ છે, ત્યારે આ સંદર્ભે આપેલાં એક ઇન્ટરવ્યુમાં અભિષેકે પોતાનાં સંઘર્ષના સમયની વાત કરી હતી.
અભિષેકે કહ્યું,“મને યાદ છે, એક રાત્રે હું મારા પપ્પા પાસે ગયો અને કહ્યું કે મેં ભુલ કરી નાંખી છે અને હું જે કંઈ કરું છું, એ કશું જ ચાલતું નથી. કદાચ આ જ રીતે આ દુનિયા મને કહેવા માગે છે કે આ મારું કામ નહીં. એ અદ્દભૂત હતા. એમણે મને કહ્યું, “હું તને એક પિતા તરીકે નહીં પણ એક એક્ટર તરીકે કહું છું, તારે હજુ ઘણું દૂર જવાનું છે.
તું ભલે એક ઘસાયેલો હિરો ન હોય પરંતુ તું તારી દરેક ફિલ્મ સાથે વધુ નિખાર પામીશ. બસ કામ કરતો રહે અને તું એક દિવસ ત્યાં પહોંચી જઈશ. હું જેવો રૂમમાંથી બહાર નીકળવા માંડ્યો કે, તેઓ બોલ્યા કે, મેં તને છોડીને ભાગી જવા માટે મોટો કર્યાે નથી, તો લડવાનું ચાલુ રાખ. એ મારા માટે બહુ જ મહત્વનું હતું.””
નિષ્ફળતાઓમાંથી શીખવા બાબતે અભિષેકે કહ્યું, “સમય સાથે તમે ઘણું શીખો છો અને તમને અનુભવ ઘણું શીખવે છે. જો તમે આ રીતે જુઓ તો આપણે બધાં એક હારી રહેલી બાજી સામે લડી રહ્યા છીએ. અંતે આપણામાંથી કોઈ આમાંથી બચી શકવાનું નથી.
તમે નિષ્ફળ જશો, તમારે આગળ વધવા માટે નિષ્ફળ થવું જ પડશે. નિષ્ફળતા એ સફળતાનું અભિન્ન અંગ છે. નિષ્ફળ નહીં થાઓ તો સફળ પણ થઈ શકશો નહીં. હું આ બાબતને આ રીતે જોઉં છું.”SS1MS