કેદીઓ માટે અભિષેકે રાખ્યું “દસવીં” નું સ્પેશિયલ સ્ક્રીનિંગ
મુંબઈ, એક્ટર અભિષેક બચ્ચને તેની અપકમિંગ ફિલ્મ દસવીં નું સ્પેશિયલ સ્ક્રીનિંગ આગ્રા સેન્ટ્રલ જેલમાં રાખ્યું હતું. આગ્રા સેન્ટ્રલ જેલમાં ફિલ્મનું શૂટિંગ થયું છે ત્યારે તેણે જેલના કેદીઓને વચન આપ્યું હતું કે અહીં ‘દસવીં’નું પહેલું સ્ક્રીનિંગ કર્યુ હતું. Abhishek Bachchan fulfils his promise to screen ‘Dasvi’ for Agra jail inmates #Netfilx
View this post on Instagram
અભિષેક બચ્ચને આ વચન પાળ્યું છે. દસવીંમાં અભિષેક બચ્ચન એવા નેતાના રોલમાં છે જેણે જેલમાં રહીને ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કરી હતી.
અભિષક બચ્ચને આગ્રા સેન્ટ્રલ જેલમાં વિતાવેલા દિવસનો વિડીયો શેર કર્યો છે. જેમાં તેની સાથે કો-એક્ટર્સ યામી ગૌતમ અને નિમ્રત કૌર જાેવા મળે છે. આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે, જેલમાં મહેમાનો અને કેદીઓના માટે રાખવામાં આવેલા સ્ક્રીનિંગની મોટાપાયે તૈયારીઓ કરવામાં આવી હતી. અભિષેકે વિડીયો શેર કરતાં લખ્યું, “વચન એટલે વચન.
એક વર્ષ પહેલા મેં આપેલું વચન ગત રાત્રે પૂરું કર્યું છે. અમારી ફિલ્મ ‘દસવીં’નું પહેલું સ્ક્રીનિંગ આગ્રા સેન્ટ્રલ જેલના ગાર્ડ્સ અને કેદીઓ માટે રાખવામાં આવ્યું હતું. અહીં અમે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. તેમની પ્રતિક્રિયા એવા સંભારણા છે જેને હું આજીવન વાગોળીશ.”
૨૦૦૦ જેટલા કેદીઓ માટે સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું અને જેલના સિનિયર અધિકારીઓએ ફિલ્મની કાસ્ટનું સ્વાગત કર્યું હતું. અભિષેકે અહીં સ્ક્રીનિંગ રાખવા ઉપરાંત કેદીઓને વાંચવા માટે લાયબ્રેરીમાં પુસ્તકો પણ દાન કર્યા હતા. સૂત્રોનું માનીએ તો, અભિષેકના આ કાર્યથી કેદીઓ ખુશ થયા હતા.
View this post on Instagram
દસવીં સોશિયલ-કોમેડી ફિલ્મ છે જેમાં અભિષેક બચ્ચન આઠમું પાસ નેતા ગંગારામ ચૌધરીના રોલમાં છે. શિક્ષકના ભરતી કૌભાંડમાં પકડતાં ગંગારામ ચૌધરી જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે. નિમ્રત કૌર ગંગારામની પત્ની બિમલા દેવીના રોલમાં છે. જ્યારે યામી ગૌતમ પોલીસકર્મીના રોલમાં છે. તુષાર જલોટાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ ૭ એપ્રિલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.SSS