શોમાં પિતાની મજાક ઉડતાં ગુસ્સે થયો અભિષેક બચ્ચન

મુંબઈ, અભિષેક બચ્ચન એક પર્ફેક્ટ ફેમિલી મેન છે. તે માત્ર દીકરી આરાધ્યા જ નહીં પરંતુ પિતા અમિતાભ બચ્ચન તેમજ માતા જયા બચ્ચનની પણ ક્લોઝ છે. સોશિયલ મીડિયા પર જ્યારે પણ કોઈએ તેના પરિવારના સભ્યને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે-ત્યારે તેણે જવાબ આપ્યો છે. હાલમાં જ તે ઓટીટી પ્લેટફોર્મ પર આવતાં ‘કેસ તો બનતા હૈ’ નામના એક શોમાં ગેસ્ટ બનીને પહોંચ્યો હતો.
જેમાં રિતેષ દેશમુખ, કુશા કપિલા અને પારિષોષ ત્રિપાઠી જેવા કલાકારો છે. એપિસોડ દરમિયાન પારિતોષે બિગ બી પર જાેક કહ્યો હતો અને તે સાંભળીને જુનિયર બચ્ચન નારાજ થઈ ગયો હતો. તેણે પોતાની જગ્યાએથી ઉભો થયો હતો અને શો અધવચ્ચે જ છોડ્યો હતો.
જતાં-જતાં તેણે કહ્યું હતું ‘હું થોડો લાગણીશીલ છું. મૂર્ખ નથી. ઓટીટી પ્લેટફોર્મના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમાં અભિષેક બચ્ચન વિટનેસ બોક્સમાં બેઠેલો જાેવા મળ્યો. બધા જાેક્સ કહી રહ્યા હતા અને મસ્તી-મજાકનો માહોલ હતો.
ત્યારે જ પારિતોષ ત્રિપાઠીએ અમિતાભ બચ્ચન પર કરેલી મજાકથી અમિતાભનો પારો ચડી ગયો અને તેણે તરત જ રિએક્ટ કરતાં શૂટિંગ અટકાવવું પડ્યું. તેણે કહ્યું ‘આ હવે વધારે જ થઈ રહ્યું છે. મને ગેમમાં સામેલ કરો પરંતુ પેરેન્ટ્સને વચ્ચે લાવવા તે ઠીક નથી.
મારા સુધી સીમિત રાખો, મારા પિતાને વચ્ચે કેમ લાવો છો? તેઓ મારા પિતા છે. હું તેમને લઈને લાગણીશીલ છું. તેમનું થોડું માન તો આપણે જાળવવું જાેઈએ. કોમેડીની આડમાં આ બધું કરવું ઠીક નથી. આજકાલ અમે લોકો વહી જઈએ છીએ. હું મૂર્ખ નથી’.
આટલું કહીને તે પોતાની જગ્યા પરથી ઉભો થઈ શો છોડીને જતો રહે છે. પારિતોષ અને રિતેષ તેને મનાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તે માનતો નથી. વીડિયો સામે આવ્યા બાદ, અભિષેક બચ્ચન બધાની સાથે પ્રેન્ક કરી રહ્યો હોવાનું યૂઝર્સનું કહેવું છે. એકે લખ્યું ‘મને ખાતરી છે કે, અભિષેક પ્રેન્ક કરી રહ્યો છે’, તો એક યૂઝરે લખ્યું છે ‘અમિતાભ સરે પણ આ રીતે પ્રેન્ક કર્યો હતો. ચિલ કરો.
આ લોકો શોમાં દેખાડશે કે અસલમાં શું થયું’. આ સિવાય એક અભિષેકની વાત સાથે સંમત થયો છે અને લખ્યું છે ‘તારી પાસે પૂરતો હક છે, પોતાના આદર્શો સાથે વળગી રહેવાનો અને શો છોડીને જવાનો’. તો કેટલાકે આ પ્રેન્ક હવે જૂનો થઈ ગયો હોવાનું કહ્યું છે.SS1MS