અભિષેક બચ્ચન કારણ વગર નેપોટિઝમનો શિકાર બન્યો છે

મુંબઈ, બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પોતાના પુત્ર અભિષેક બચ્ચનના વખાણ કરવાની એક પણ તક છોડતા નથી. બિગ બી અવારનવાર અભિષેક બચ્ચનની એક્ટિંગના વખાણ કરે છે. અભિનેતા અભિષેકએ ઘણી શાનદાર ફિલ્મો આપી છે. આ દિવસોમાં અભિષેક તેની આગામી ફિલ્મ બી હેપ્પીને લઈને ચર્ચામાં છે.
આ ફિલ્મમાં અભિનેતા એક એવા પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે જે તેની પુત્રીનું સ્વપ્ન પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. બી હેપ્પી ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ આવ્યું છે. બોલિવૂડના શહેનશાહે પણ આ ફિલ્મના ટ્રેલરની પ્રશંસા કરી છે અને આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, અભિષેક બચ્ચન કારણ વગર નેપોટિઝમનો શિકાર છે.
એક પોસ્ટમાં અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચનની કલા અને તેના ડેડિકેશનની ખૂબ જ પ્રશંસા કરી, જેમાં એક પોસ્ટ પર નેપોટિઝમ પણ વાત કરી હતી. તેમણે એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે ‘અભિષેક બચ્ચન કારણ વગર નેપોટિઝમનો શિકાર બની ગયો છે, જ્યારે તેની ફિલ્મગ્રાફીમાં સારી ફિલ્મોની સંખ્યા ઘણી વધારે છે.’
આ પોસ્ટ પર બિગ બીએ લખ્યું કે, આ પોસ્ટ તેમના વિચારો અને લાગણીઓ સાથે પણ મેળ ખાય છે. અમિતાભ બચ્ચને જવાબ આપ્યો કે ‘મને પણ એવું લાગે છે… અને માત્ર એટલા માટે નહીં કે હું તેનો પિતા છું.’
બીજી પોસ્ટ પર અમિતાભએ અભિષેક બચ્ચનની અપકમિંગ ફિલ્મ બી હેપ્પીનું ટ્રેલર શેર કરતા વખતે લખ્યું કે તેને ‘એક્સ્ટ્રા ઓર્ડિનરી’ પણ કહેવાય. અભિષેક બચ્ચનની ક્વાલિટીના પણ વખાણ કર્યા. બિગ બીએ કહ્યું કે, આ ઈનક્રેડિબલ છે. આ સાથે તેમણે અભિષેક માટે લવ યૂ ભય્યુ પણ લખ્યું હતું.
નોંધનીય છે કે, અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ બી હેપ્પી ૧૪ માર્ચ ૨૦૨૫ના રોજૅ્્ પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન રેમો ડિસોઝાએ કર્યું છે. આ ફિલ્મમાં અભિષેક સાથે ઇનાયત વર્મા, નોરા ફતેહી પણ જોવા મળશે. આ સાથે અભિષેક બચ્ચન પણ ફિલ્મ હાઉસફુલ ૫માં જોવા મળશે.SS1MS