સુહાનાની ડેબ્યુ ફિલ્મમાં શાહરૂખને ટક્કર આપશે અભિષેક બચ્ચન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/Abhisek-1024x576.jpg)
મુંબઈ, બે સુપર સ્ટાર શાહરૂખ ખાન અને અભિષેક બચ્ચન ઘણા સમય પછી ફરી એક વખત એક સાથે જોવા મળશે. તેઓ સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ ‘કિંગ’માં સાથે કામ કરવા જઈ રહ્યાં છે. ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા બાદ શાહરૂખ ફરી એક મોટા પ્રોજેક્ટ માટે તૈયારી કરી રહ્યા છે.
તેને ‘કહાની’ જેવી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર સુજોય ઘોષ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે તેમજ સિદ્ધાર્થ આનંદ દ્વારા તેને પ્રોડ્યુસ કરવામાં આવશે. આ એક મોટા પડદે જોવાનો અનોખો અનુભવ આપતી એક્શન સીક્વન્સથી ભરપૂર હશે.કેટલાક અહેવાલો અનુસાર, શાહરૂખ ખાનની સામે અભિષેક બચ્ચનને વિલન તરીકે કાસ્ટ કરવામાં આવ્યો છે.
જો કે, તેના પાત્ર વિશે કોઈ ખાસ માહિતિ જાહેર કરવામાં આવી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તે એક સોફિસ્ટિકેટેડ છતાં અઘરો વિલન હશે, જે અભિષેકે સામાન્ય રીતે જે પ્રકારના પાત્રો ભજવ્યા છે, તેનાથી ઘણું અલગ હશે. આ બિલકુલ નકારાત્મક વિલનના રોલમાં અભિષેકને જોવામાં દર્શકોને તેના અભિનયના નવાં પાસાં અને તાજગીનો અનુભવ થશે.
આ ઉપરાંત આ ફિલ્મથી શાહરૂખની દિકરી સુહાના પણ મોટા પડદે ડેબ્યુ કરશે. તેના પાત્ર વિશે પણ ખાસ માહિતિ જાહેર કરવામાં આવી નથી પરંતુ તે તેના પિતા સાથે એક મહત્વની ભુમિકામાં જોવા મળશે. એવું પહેલી વખત બનશે કે શાહરૂખ અને અભિષેક એકબીજાની વિરુદ્ધના પાત્રોમાં જોવા મળશે. આ પહેલાં તે બંને ‘કભી અલવિદા ન કહેના’ અને ‘હેપ્પી ન્યુ યર’માં સાથે કામ કરી ચૂક્યા છે.
જ્યારે અભિષેકે સુજોય ઘોષ સાથે ‘બાબ બિશ્વાસ’માં કામ કર્યું છે. તેની સિદ્ધાર્થ આનંદ સાથે આ પહેલી ફિલ્મ હશે. હાલ આ ફિલ્મના પ્રી પ્રોડક્શનનું કામ ચાલુ છે. લગભગ ઓક્ટોબર કે નવેમ્બર મહિના સુધીમાં તેનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મ ૨૦૨૫ના અંતમાં કે ૨૦૨૬ની શરૂઆતમાં રિલીઝ થવાની શક્યતા છે.SS1MS