રિતેશની ‘રાજા શિવાજી’માં અભિષેક, ફરદીન અને સંજય દત્ત મુઘલ બનશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Raja-Shivaji.jpg)
મુંબઈ, રિતેશ દેશમુખે ૨૦૨૪માં ‘રાજા શિવાજી’ નામની ફિલ્મની જાહેરાત કરી હતી, જે તે પોતે ડિરેક્ટ કરવાનો છે. આ પહેલાં તેણે ‘વેડ’ નામની ફિલ્મ સાથે ડિરેક્શનમાં ડેબ્યુ કર્યું હતું.
આ ફિલ્મ હિન્દી અને મરાઠી બંને ભાષામાં રિલીઝ થશે. સાથે જ થિયેટરમાં જોવા માટે આ ફિલ્મ એક અનોખા અનુભવ સમાન બની જશે.આ ફિલ્મ પર કામ શરૂ થઈ ચૂક્યું છે, આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,“મુંબઈમાં રાજા શિવાજી માટે સ્પેશિયલ સેટ ઊભો કરવામાં આવ્યો છે.
રસપ્રદ વાત એ છે કે, સંજય દત્ત, ફરદીન ખાન અને અભિષેક બચ્ચન આ ફિલ્મમાં મુઘલોના પાત્રો ભજવશે, જ્યારે રિતેશ દેશમુખ પોતે છત્રપતિ શિવાજી મહારાજનો રોલ કરતો જોવા મળશે.”ગયા વર્ષે શિવાજી જયંતિ નિમિત્તે રિતેશે આ ફિલ્મની જાહેરાત કરી હતી તેમજ એક્સ પર તેનું પોસ્ટર પણ શેર કર્યું હતું. તેણે લખ્યું હતું, “છત્રપતિ શિવાજી મહારાજ માત્ર એક નામ નથી પરંતુ એક લાગણી છે.
તેમની જન્મજયંતિના પવિત્ર દિવસે, આ ધરતીના મહાન પુત્રને આપની સાથે મળીને શ્રદ્ધાંજલિ પાઠવું છું. આવનારી પેઢીઓ સુધી તેમનો વારસો આપણને પ્રેરિત કરતો રહેશે. અમે આ નવી સફર શરૂ કરતાં આપના આશીર્વાદ માગીએ છીએ. જય શિવરાય.”‘રાજા શિવાજી’ રિતેશ દેશમુખ ડિરેક્ટ કરશે અને જ્યોતિ દેશપાંડે તેમજ જેનિલિયા દેશમુખ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે.SS1<S