Western Times News

Gujarati News

અભિષેકે પહેલી વખત ડિવોર્સની અફવાઓ ઉપર વાત કરી

મુંબઈ, જ્યારથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રસંગે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પરિવારની સાથે એક ળેમમાં જોવા ન મળ્યાં અને અલગ એન્ટ્રી કરી ત્યારથી તેમના ડિવોર્સ અને ગ્રે ડિવોર્સ જેવી ચર્ચાઓએ વધુ જોર પકડ્યું હતું.

તેમની દરેક સોશિયલ મીડિયા પોસ્ટ અને દરેક નિવેદનને આ વાત સાથે જોડવામાં આવતું હતું. કેટલાંક અહેવાલો દ્વારા ઐશ્વર્યા અને અભિષેક અલગ થઈ ચૂક્યા હોવાના પણ દાવા કરવામાં આવતા હતા. હવે આખરે અભિષેક બચ્ચને આ વાત પર પહેલી વાર કોઈ પ્રતિસાદ આપ્યો છે. એક ઇન્ટરવ્યુમાં અભિષેકે પોતાની વેડિંગ રીંગ બતાવીને કહ્યું છે કે,“હું હજુ પરિણીત છું.”

અભિષેકે આગળ કહ્યું,“આ અંગે હું તમને બધાને કશું જ કહેવા માગતો નથી. ઘણી દુઃખદ વાત છે કે તમે બધાએ આ બબાતને માપ બહાર મોટી કરી દીધી છે. હું સમજું છું કે તમે આવું કેમ કરો છો. તમારે પણ કેટલીક સ્ટોરી ફાઇલ કરવાની હોય છે. ઠીક છે, અમે સેલેબ્રિટીઝ છીએ, એટલે અમારે ભોગવવું જ પડશે.”

પહેલાં ઐશ્વર્યા અને બચ્ચન પરિવારની અલગ એન્ટ્રી અને પછી સોશિયલ મીડિયા પર અભિષેકે ડિવોર્સને લગતી એક પોસ્ટ લાઇક કરી હતી, ત્યાર બાદ આ ચર્ચાઓને લોકો હકીકત સમજવા લાગ્યા હતા.

અબિષેકે જે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લાઇક કરેલી, તેમાં લખેલું,“ઘણી વખત જીવન એવા વળાંકો નથી લેતું, જેવા આપણને આશા હોય. પરંતુ જ્યારે દાયકાઓ સાથે રહ્યા પછી લોકો અલગ થાય તે સ્થિતિ સાથે તેઓ કઈ રીતે કામ લે, જીવનમાં ઘણા લાંબા સમય સુધી નાની કે મોટી બાબતોમાં એકબીજા પર આધારીત થઈ ગયા પછી આ કઈ રીતે શક્ય બને? આ બંધન તેઓ કઈ રીતે તોડી શકે અને તેમને કેવા પડકારોનો સામનો કરવો પડે? આવા ઘણા પ્રશ્નો આ સ્ટોરીમાં સમાયેલાં છે. જોગાનુજોગ, હાલ વૈશ્વિક સ્તરે ૫૦ની ઉમર પછી લેવાતા જેને ‘ગ્રે ડિવોર્સ’ કહેવાય છે કે ‘સિલ્વર સ્પ્લિટર્સ’ કહેવાય છે તે રીતે લગ્નમાં અલગ થવાનું પ્રમાણ વધી ગયું છે.

તેની પાછળ ઘણા કારણો રહેલાં છે, પરંતુ તે ચોંકાવનારા નથી.” એભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે ૨૦૦૭માં લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ ૨૦૧૧માં તેમની દિકરી આરાધ્યાનો જન્મ થયો હતો.

તેમની ૧૭મી એનિવર્સરીના દિવસે ઐશ્વર્યાએ તેની સગાઈ વખતનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યાે હતો અને તેની સાથે કોઈ નોટ લખવાને બદલે તેણે કેટલાંક ઇમોજી મૂક્યા હતા. ઐશ્વર્યા અને અભિષેક ‘ગુરુ’, ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’, ‘કુછ ના કહો’, ‘ઘૂમ ૨’, ‘બંટી ઔર બબલી’ અને ‘ઉમરાઓ જાન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.