અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિનો અભિષેક જાન્યુઆરીમાં થશે
(એજન્સી)અયોધ્યા, રામ મંદિર એક એવો મુદ્દો જે કરોડો હિન્દુઓની આસ્થા સાથે જાેડાયેલો છે. એમ કહીએ કે એક એવો મુદ્દો જે ભારતની પ્રભુતા, અખંડતા, હિન્દુ રાષ્ટ્ર સહિત કરોડો હિન્દુઓની શ્રદ્ધા અને આસ્થા સાથે જાેડાયેલો છે.
સૌ કોઈ આતુરતાથી રાહ જાેઈ રહ્યું છેકે, આખરે આ રામ મંદિર ક્યારે તૈયાર થશે. ત્યારે હાલમાં જ અયોધ્યામાં થઈ રહેલાં રામ મંદિરના નિર્માણની નવી તસવીરો સામે આવી છે. જેમાં મંદિરના બાંધકામની કામગીરી ક્યાં સુધી પહોંચી છે તે જાેવા મળે છે. સાથે જ એવા વાતનો પણ અંદાજાે લગાવી શકાય છેકે, હવે અંદાજે કેટલાં સમયમાં મંદિરના નિર્માણની કામગીરી પૂર્ણ થશે.
જાણીએ કે અત્યાર સુધી મંદિરના નિર્માણના સંદર્ભમાં કઈ કઈ કામગીરી કરવામાં આવી છે. આ દરમિયાન નિર્માણાધીન મંદિરની બે નવી તસવીરો સામે આવી છે. ખુદ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરોમાં જાેવા મળી રહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર બાદ હવે પહેલો માળ પણ આકાર લઈ રહ્યો છે. પહેલા માળે થાંભલા પણ ઉભા કરવામાં આવ્યા છે. ડ્રોનથી લેવાયેલી આ તસવીરો જાેઈને લાગે છે કે થાંભલાઓની ઊંચાઈ લગભગ ૧૦ ફૂટ હશે. આવો જાણીએ શ્રીરામ મંદિરનું અત્યાર સુધી કેટલું કામ પૂર્ણ થયું છે.
The grand Ram Mandir in #Ayodhya is nearing completion after decades.
#JaiShreeRam#JaiShriRam pic.twitter.com/LexK9F8bcG
— Amit Rakksshit 🇮🇳 (@amitrakshitbjp) August 12, 2023
જાણી લો કે વર્ષ ૨૦૨૪ના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિનો અભિષેક થવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના સમય સુધીમાં, શ્રી રામ મંદિરના પહેલા માળે છત નાખવામાં આવી હશે.
બીજી તરફ શ્રી રામ મંદિરની સામેની બીજી તસવીરમાં ચારેબાજુ એક કોરિડોર દેખાય છે. અહેવાલો અનુસાર, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો ભોંયતળિયું લગભગ ૧૭૦ સ્તંભો પર ટકેલો છે. આ સ્તંભોમાં સુંદર કોતરણી કરવામાં આવી છે. આ સ્તંભોને જાેઈને દેવી-દેવતાઓના દર્શન થાય છે. કોતરણીનું કામ ખૂબ સરસ છે. તેમાં કારીગરોની મહેનત સ્પષ્ટ દેખાય છે. મંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોરની છત અને દિવાલો પર કોતરણીનું કામ અદ્ભુત છે.