દ.આફ્રિકામાં ૧૦૦ જેટલા ગેરકાયદે ખાણ ખોદનારા મૃત્યુ પામ્યા
જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકાની બંધ થઈ ગયેલી ગોલ્ડ લાઈનમાંથી બાકી રહલું જે કૈં અને જેટલું સોનું મળી આવે, તે ખોદવા ખાણમાં ઉતરેલા ૬૦૦ જેટલા ખાણીયાઓ પૈકી ૧૦૦ તો ભૂખ-તરસથી મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં હજી પણ બીજા ૫૦૦ ખાણીયાઓ ફસાયેલા રહ્યા છે.
આ પૈકી બચી ગયેલા કેટલાક ખાણીયાઓએ બહાર આવી તેઓના મોબાઈલ-ફોન ઉપર આ માહિતી આપી હતી. જેનાં ભૂગર્ભમાં મૃત્યુ પામેલ ખાણીયાઓના મૃતદેહો, પ્લાસ્ટીકમાં વીંટાળાયેલા જોવા મળતા હતા. તેમ ‘’માઈનિંગ એફેકટેડ કોમ્યુનિટીઝ યુનાઈટેડ ઈન એકસન ગુÙપ’’ દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું.
પરંતુ તે માહિતી મોડેથી બહાર પડી છે.તે ગુÙપના નેતા સાબેલો મંગુનીએ વધુમાં જણાવ્યું હતું કે હજી સુધીમાં ૧૮ શબ બહાર કાઢી શકાયા છે. તે પૈકી ૯ તો તે સમાજે જ બહાર કાઢયા છે. બાકીના સરકારી કર્મચારીઓએ બહાર કાઢ્યા છે. જ્યારે બચી ગયેલા ૨૬ ને સોમવારે બહાર કાઢવામાં આવ્યા છે.
પોલીસ પ્રવક્તા બ્રિગેડીયર સેબાના મોકગ્વાબોનેએ પત્રકારોને જણાવ્યું હતું કે આટલા શબને બહાર કઢાયા છે, આટલાને બચાવી લેવાયા છે, સાથે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
આ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘’વાસ્તવમાં સત્તાવાર ગોલ્ડ-માઈન કંપનીઝ દ્વારા કાયદેસર સોનું ખોદવામાં આવે પરંતુ વેઈન્સમાં સોનું લગભગ ખતમ થઈ ગયું હોવાથી તેઓ ખાણ બંધ કરી દે છે. તેની આડા પથ્થર મુકી દે છે તે પછી આ ગેરકાયદે ખાણીયાઓ મોટા પથ્થરો ખસેડી દોરડા બાંધી ખાણમાં ઉતરે છે અને જનરેટર્સ પણ સાથે લઈ જાય છે.
પરંતુ ઘણીવાર બહાર નીકળી શકતા નથી. ખાધાખોરાકી પાણી ખુટી પડતા ભુખ તરસથી મૃત્યુ પામે છે. આ કરૂણ બાબત છે. પોલીસ અનેકવાર ચેતવે છે. છતાં સમજતા નથી. પોલીસ ઉપર આવવાના તેમના દોરડા કાપી બહાર નીકળવાનો માર્ગ બંધ કરી શરણે થવાનો આદેશ આપતા કહે છે, જો શરણે થશો તો તમને બચાવી લેશું પરંતુ તેઓ સાથ આપવાને બદલે વધુ દુર ચાલ્યા જાય છે. છેવટે મૃત્યુ પામે છે.
આ ઘણી દુઃખદ બાબત છે. તેઓ પાણી, ખોરાક વગેરે તો લઈ જાય જ છે. પરંતુ તે ખૂટે તો મોબાઈલ દ્વારા બહાર રહેલા તેમના સહાયકોનો સંપર્ક સાધીને પ્રાપ્ત કરે છે.’’દુર્ભાગ્યે બન્યું એવું કે પોલીસને દુરથી આવતા જોઈને સહાયકો નાસી ગયા. પોલીસને કશી શંકા પહેલાં તો ગઈ નહીં.
દરમિયાન પાણી વિના ત્રણેક દિવસમાં કેટલાયે મૃત્યુ પામ્યા હશે. તેમાં પોલીસનું માનવું છે કે સાથે કેટલાકને ડી-હાઈડ્રેશન પણ થયું હશે. ટૂંકમાં આવું ઘણીવાર ઘણા સ્થળોએ થાય છે જે ઘણું દુઃખદ છે. તેમ પણ પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું.SS1MS