વડોદરા જિલ્લાના 25 જેટલા ગામોને એલર્ટ કરાયા
નર્મદા નદીમાં ઘોડાપૂરઃ ૧૧૧૦ વધુ લોકોનુ સ્થળાંતર
(એજન્સી)નર્મદા, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના ૨૫ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી.
ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના ડભોઈ,શિનોર અને કરજણ તાલુકાના ૧૧ ગામોમાંથી ૧૧૧૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું.ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીનો સતત આવરો થતા નર્મદા ડેમના દરવાજા ખોલતા નર્મદા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ થતા કાંઠાના કેટલાંક ગામોને અસર થતા. વહીવટી તંત્રના પ્રયાસોથી બચાવ રાહત રેસ્ક્યું કામ ત્વરિત કરાયું.
મોડી રાત સુધી લોકોને SDRF, NDRF અને સ્વયંમ સેવકોના સહયોગથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયું. કેવડીયા ગામમાં અડધી રાત્રીએ જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારા સભ્ય, જિલ્લા પોલીસ વડા અને ગ્રામજનો દ્વારા લોકોને હોડી દ્વારા સલામત જગ્યાએ ખચેડાયા છે. તો મહિલા બાળકો, વૃધ્ધ લોકોને ઘરની બહાર લાવી આશ્રય સ્થાનમાં ખસેડાયા.
નર્મદા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના સબંધિત મામલતદાર પ્રાંત અધિકારીને પુર ગ્રસ્તમાં ફસાયેલા લોકોને SDRF, NDRF ટીમો દ્વારા રેસ્ક્યુ કરીને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા નદી કાંઠાના વિકલાંગ બબલાભાઈ તડવી, સુરેશભાઈ, લતાબેન, શાંતાબેન અને પરિવારના સભ્યો તથા ૧૫ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
તથા ગભાણા ગામે કેટલાંક લોકો પાણીમાં ફસાતા તેમને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ૨૨ જેટલા જવાનો ફસાયેલા લોકોને બોટ દ્વારા બચાવ કામગીરીમાં જાેતરાયા હતા. કેવડીયા નિચલા ફળિયામાં ૩૦ લોકોનું રેસ્ક્યું કરાયું હતું.