અમદાવાદમાં ચોમાસા પહેલા 137 કરોડના ખર્ચથી અંદાજે 37 કિ.મી.ના કામ પૂર્ણ કરવામાં આવ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/roadwork.jpg)
પ્રતિકાત્મક
રૂ.પ૬પ કરોડના કામ પ્રગતિમાં ઃ રોડના કામ ઝડપથી પૂર્ણ કરવા કમિશનરની સુચના
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાંકિય વર્ષ ર૦ર૪-રપમાં અંદાજે રૂ.૯૦૦ કરોડના ખર્ચથી નવા રોડ બનાવવામાં આવશે. જેના ભાગરૂપે ચોમાસાની સીઝન પહેલા નાગરિકોને હાલાકી ન થાય તેનું ધ્યાન રાખી તમામ ઝોનમાં મોટાપાયે રોડ બનાવવામાં આવ્યા છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈ કમિશ્નર દ્વારા રોડના ચાલુ કામો ઝડપથી પૂર્ણ કરવા અને નવા કામો શરૂ ન કરવા સુચના આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા નાણાંકિય વર્ષના બજેટમાં રોડ, રસ્તા બનાવવા માટે જે જાહેરાતો કરવામાં આવી હતી તે કામો શરૂ કરવામાં આવ્યા છે. ચોમાસા પહેલા તમામ ઝોનમાં પુરજોશથી કામ પૂર્ણ કરવામાં આવ્યા છે મ્યુનિ. સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલાના જણાવ્યા મુજબ પશ્ચિમ ઝોનમાં અંદાજે ૮.૧ કિ.મી., ઉ.પ.ઝોનમાં ૯.૭ કિ.મી. દ.પ.માં ૧.૮ કિ.મી, પૂર્વમાં ર.૬ કિ.મી. દક્ષિણમાં ર.૧, મધ્યમાં ૦.૭ અને ઉત્તર ઝોનમાં ૪.૭ કિ.મી.ના કામ પૂર્ણ થઈ ગયા છે.
જયારે રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા ૬.ર કિ.મી.ના રિસરફેશ કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. જયારે પશ્ચિમમાં ૭.૧ કિ.મી. ઉત્તર પશ્ચિમમાં ૯.૬, દક્ષિણ પશ્ચિમમાં ૧.૧પ, પૂર્વમાં ૩.પપ, દક્ષિણમાં ૧૧.૦, મધ્યમાં ૧.૯૬, ઉત્તરમાં ર.૧૮ તથા રોડ પ્રોજેકટ વિભાગમાં પ૦ કિ.મી.ના કામ હાલ પ્રગતિમાં છે. ર૦ર૪-રપના વર્ષમાં રોડ-રસ્તા માટે રૂ.૯૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે જે પૈકી રૂ.૧૩૭.ર૧ કરોડના કામ પૂર્ણ થઈ ગયા છે. જયારે રૂ.પ૬૪ કરોડના કામ પ્રગતિમાં છે
અને રૂ.ર૦૦ કરોડના કામ માટે અંદાજ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સિંદુર સ્પેસથી શાંતિ એપાર્ટમેન્ટ, જાનકી સ્કુલથી સાંઈબાબા મંદિર, આઈઓસી ફાટકથી ડી કેબીન, જીએસટી ક્રોસીંગથી બલોલનગર બ્રિજ, સેફરોન એપાર્ટમેન્ટથી પારસબાગ સુધીનો રોડ મુખ્ય છે. પશ્ચિમ ઝોનમાં ૩૪ રોડ બનાવવા માટે રૂ.૪૯.૮૭ કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે જયારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં થલતેજ વોર્ડમાં પર રોડ માટે રૂ.૧૦૬.૪૭ કરોડનો અંદાજ છે.
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ વોર્ડમાં ફોડ સર્કલથી એસ.પી. રીંગરોડ, ઉજાલા સર્કલથી બાવળા ઓવરબ્રીજ, જોધપુરમાં સુપર સોસાયટીથી અમી એપાર્ટમેન્ટ, જોધપુરમાં શ્યામતીર્થ એપાર્ટમેન્ટથી મ્યુનિસિપલ ગાર્ડન, સરખેજમાં શકરીતળાવથી જુની પંચાયત સુધીના રોડ મળી કુલ ૪૦ રોડ તૈયાર થશે જેના માટે રૂ.૬૪.૮૭ કરોડનો અંદાજ છે. તેવી જ રીતે પૂર્વમાં ધ્રુવ સ્કુલની સામે ધીરજ હાઉસીંગ પાણીની ટાંકીને જોડતો રોડ, સ્વપ્ર સૃષ્ટિથી સાર્થક ગાર્ડન રોડ, કઠવાડા પોલીસ ચોકીથી માઝ રોડ, મળી કુલ ૧૪ રોડ તૈયાર કરવામાં આવશે જેના માટે રૂ.રર.૯૦ કરોડનો અંદાજ છે.
દક્ષિણ ઝોનમાં કોઝી હોટલથી મ્યુનિ. રોડ સુધી, શાહઆલમ દરવાજાથી શાહઆલમ દરગાહ સુધી, ઈશ્વરનગર સોસાયટીથી કર્ણાવતી એપાર્ટમેન્ટ-૩ સુધી, જેઠાલાલ ચાલીનો ટીપી રોડ વગેરે મળી કુલ ૩૯ રોડ તૈયાર થશે જેના માટે રૂ.પર કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે.
મધ્યઝોનમાં રૂ.પ.૩૭ કરોડના ખર્ચથી ૬ રોડ માટે અંદાજ તૈયાર કરવામાં આવ્યા છે. જયારે ઉત્તર ઝોનમાં ૧૮ જગ્યાએ અલગ અલગ રોડ બનાવવા માટે રૂ.રર.ર૦ કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે અને રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા પપ સ્થળે રોડ તૈયાર કરવા માટે પ૭૮.પપ કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ૭૩ કિ.મી. લંબાઈના રોડ બનાવવામાં આવશે.