દેવીરામપુરા અને નવી બેડી ગામના ભાજપના પ૦૦ જેટલા કાર્યકરો આપ માં જાેડાયા
(પ્રતિનિધિ) દે.બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના દેવીરામપુરા અને નવી બેડી ગામના ભારતીય જનતા પક્ષના ૪૦૦ થી ૫૦૦ જેટલા સક્રિય કાર્યકરોએ ભાજપ સાથેનો છેડો ફાડી આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કાર્યમાં જાેતરાતા ભાજપના ગઢમાં ગાબડું પડતા દેવગઢબારિયા વિધાનસભાના ઉમેદવારની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી બની જતા તેઓ પોતાના અન્ય કાર્યકરોને સાચવી રાખવાની ગડમથલમાં પડ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દાહોદ જિલ્લાના રાજકીય પક્ષોમાં પાટલી બદલવાની હોડ જામી હોય તેમ પાટલી બદલવાની પ્રક્રિયા વધુને વધુ વેગીલી બનતી જાેવા મળી રહી છે. તેવા સમયે દેવગઢબારિયા વિધાનસભા મતવિસ્તારમાં દેવી રામપુરા અને નવી બેડી ગામના ૪૦૦ થી ૫૦૦ જેટલા ભાજપના સક્રિય કાર્યકરો એ ભાજપ પક્ષ સાથેથી છેડો ફાડી આમ આદમી પાર્ટી નો ખેસ તથા ટોપી પહેરી આમ આદમી પાર્ટીના માં જાેડાઈ આમ આદમી પાર્ટીને વફાદાર રહી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરી તેને જીતાડવાનો સંકલ્પ લેતા દેવગઢબારિયા વિધાનસભા માં ભાજપના ગઢમાં મોટું ગાબડું પડતા ભાજપ લોબીમાં સોપો પડી જવા પામ્યો છે.
ભાજપ સાથેથી છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવનારાઓ ને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમો વર્ષોથી ભાજપમાં જાેડાયેલા હતા અને પક્ષને વફાદાર રહ્યા હતા પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે જ ભાજપ અમને ઓળખે અને અમારો સંપર્ક કરે અને જીત મેળવ્યા બાદ અમોને પૂછતા પણ નથી અને અમોને ભૂલી જાય છે જેથી અમો ભાજપની આ પ્રકારની કાર્યશૈલીથી નારાજ થઈ ભાજપ સાથેથી છેડો ફાડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે આમ એક સાથે ૪૦૦ થી ૫૦૦ જેટલા સક્રિય કાર્ય કરો ભાજપનો ચોકો છોડી આમ આદમી પાર્ટીમાં જાેડાતા ભાજપના ગઢમાં ગાબડું પડતા ભાજપ માટે આ ખોટ પુરવી અશક્ય બનતા દેવ દેવગઢ બારીયા વિધાનસભા બેઠકના ઉમેદવાર તેમજ તેમની સાથેના કાર્યકરો અન્ય કાર્યકરોને સાચવી રાખવાની વેતરણમાં જાેતરાયા છે.