બજેટ 2024 વિશે એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી પ્રિયમ પટેલની પ્રતિક્રિયા

બજેટમાં કેન્દ્ર સરકારે કૃષિ ઉત્પાદકતા વધારવા ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે. કૃષિ અને સંલગ્નક્ષેત્રો માટે રૂ. 1.52 લાખ કરોડની નોંધપાત્ર ફાળવણી આ પ્રયાસોને દર્શાવે છે.
મગફળી, તલ અને સૂર્યમુખી સહિત કઠોળ અને તેલીબિયામાં સ્વ-નિર્ભરતા માટેની પહેલ ખાદ્યતેલ ક્ષેત્રે આત્મ-નિર્ભરતા માટે મહત્વપૂર્ણ છે. ડિજિટલ ક્રોપ સર્વે તેમજ સ્ટોરેજ અને માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની પહેલથી ખેડૂતોને ઘણો લાભ થશે, જે કૃષિક્ષેત્રની મજબૂતાઇ અને ટકાઉપણાને સુનિશ્ચિત કરશે. આ પગલાં અમારી ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિ અને સ્થિરતાને સપોર્ટ કરશે તથા ટકાઉ વિકાસ અને આર્થિક વૃદ્ધિને બળ આપશે.