Western Times News

Gujarati News

ABP અસ્મિતાએ 5 વર્ષની ભવ્ય સફર પૂર્ણ કરી

ગુજરાતમાં લીડરશિપ પોઝિશન જાળવીને ચેનલે વર્ષ 2016થી એની શરૂઆતથી દર્શકોનાં હૃદયમાં કાયમી છાપ છોડી છે

અમદાવાદ, ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતી ગુજરાતી સમાચાર ચેનલ ABP અસ્મિતાએ આજે એની સફળ કામગીરીના 5 વર્ષ પૂર્ણ કરવાની ઉજવણી કરી છે. 24×7 સ્થાનિક સમાચારો પીરસતી, દર્શકની પસંદગીને ધ્યાનમાં રાખીને કામ કરતી ABP અસ્મિતાએ ગુજરાતના અતિ સ્પર્ધાત્મક બજારમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. હકીકતમાં આ ચેનલ ગુજરાતના બજારમાં 35 મિલિયન દર્શકો સુધી પહોંચી છે. (સ્ત્રોતઃ BARC, TG- 2+, માર્કેટ- ગુજરાત/DD/DN, જાન્યુઆરીથી સપ્ટેમ્બર, 2020, ક્યુમ રીચ)

છેલ્લાં 5 વર્ષ દરમિયાન ચેનલે ગુજરાતી દર્શકોની વાચાને વાણી આપી છે અને તેમની વચ્ચે મજબૂત છાપ ઊભી કરી છે. ચેનલની સફળતા અને વૃદ્ધિમાં એની નવીન ફોર્મેટ અને દર્શક-આધારિત કન્ટેન્ટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પોતાની ‘હાર્ડ-કોર’ સમાચાર સામગ્રી માટે જાણીતી ABP અસ્મિતા ગુજરાતમાં અગ્રણી ચેનલ છે, ખાસ કરીને જ્યારે ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કાર્યક્રમો પીરસવાની વાત આવે છે,

ત્યારે ચેનલ ટોચનું સ્થાન ધરાવે છે. વર્ષ 2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતી સમાચાર ચેનલોમાં કોન્ક્લેવનો વિચાર પ્રસ્તુત કરવાની આ પ્રથમ ચેનલ હતી.

ABP અસ્મિતાની યાદગાર કોન્ક્લેવ ‘અસ્મિતા મહાસંવાદ’ સુસ્થાપિત કાર્યક્રમ છે, જેણે શાસક સરકાર અને વિપક્ષ માટે મંચ ઊભો કરે છે, જેથી રાજ્યના ચાવીરૂપ મુદ્દાઓ પર પ્રકાશ ફેંકી શકાય અને જનતાની ચિંતાઓનું સમાધાન થઈ શકે.

ચેનલની સૌથી વધુ જોરદાર પહેલોમાંની એક પહેલ ‘અસ્મિતા સન્માન પુરસ્કાર’ છે. આ એક એવોર્ડ શૉ છે, જે કેટલાંક ગુજરાતીઓને તેમના ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરવા માટે તેમની ઉત્કૃષ્ટતા અને ક્ષમતાને બિરદાવે છે.

ઉપરાંત ABP અસ્મિતાએ સત્યના પ્રયોગો જેવા પથપ્રદર્શક શૉ સાથે ઇતિહાસ રચ્યો છે. આ પ્રથમ પ્રકારનો ઇન્ટરવ્યૂ શૉ છે, જે મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો પર આધારિત છે, જેમાં ગુજરાતની કેટલીક પ્રસિદ્ધ હસ્તીઓની જીવન સાથે સંબંધિત વાતો, અનુભવો અને સફર રજૂ કરવામાં આવે છે.

આ શૉને વધારે ઊંચાઈએ લઈ જઈને ABP અસ્મિતા દર વર્ષે સત્યના પ્રયોગો કોન્ક્લેવ યોજે છે, જે આ શૉનું એક્ષ્ટેન્શન છે. આ કોન્ક્લેવ મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર યોજવામાં આવે છે. એમાં ગુજરાતના પ્રસિદ્ધ વ્યક્તિઓ મહાત્મા ગાંધીના જીવનના મૂલ્યો વિશે વાત કરે છે અને ગાંધીજીના જીવનમાંથી મળેલા બોધપાઠોએ તેમના જીવનમાં કેવી રીતે મદદ કરી છે એ વિશે જણાવે છે.

નવીન સામગ્રી પૂરી પાડવા ઉપરાંત ચેનલ એની જવાબદાર, અસરકારક અને કાર્યલક્ષી પત્રકારત્વ તરફ પ્રતિબદ્ધતા માટે રાજ્યમાં જાણીતી છે. મારું શહેર, મારી વાત/મારું ગામ, મારી વાત/મારો વોર્ડ, મારી વાત જેવા શૉ ગુજરાતી સંસ્કૃતિ અને એના લોકોનું પ્રતિબિંબ છે. વિશિષ્ટ ‘ચૌપાલ’ ફોર્મેટમાં ABP અસ્મિતા સમાચારોના તટસ્થ અને સંતુલિત અભિગમ સાથે ત્વરિત અપડેટ આપે છે અને ઝડપથી અહેવાલો પ્રસારિત કરે છે.

એટલું જ નહીં ABP અસ્મિતા એના સામાજિક જાગૃતિ અભિયાનો દ્વારા વારંવાર સકારાત્મક સામાજિક અસર ઊભી કરી છે – પછી એ જળસુરક્ષાની હિમાયત હોય, માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાની વાત હોય કે પછી કોવિડ-19નો સામનો કરવામાં ભૂમિકા હોય, ચેનલે એના દર્શકો વચ્ચે સ્વસ્થ આદતો વિકસાવવામાં અને નૈતિક કામગીરી કરવામાં કોઈ કચાશ રાખી નથી.

ચેનલની પાંચ વર્ષની સફળ સફર પર ABP નેટવર્કના સીઇઓ શ્રી અવિનાશ પાંડેએ કહ્યું હતું કે, “આ અમારા માટે ગર્વની ક્ષણ છે, કારણ કે અમે ABP અસ્મિતાની વિકાસગાથામાં 5 વર્ષનું સીમાચિહ્ન સર કર્યું છે. આ વર્ષોમાં તમામ પ્રકારના અવરોધો વચ્ચે અમે અમારા દર્શકોને નવીન સામગ્રી અને યાદગાર શૉ દર્શાવ્યાં છે.

અમારા માટે અમારા દર્શકો અમારી દરેક સફળતાનું હાર્દ છે. તેમણે અમને ટેકો આપ્યો છે અને અમારી સમાચાર સામગ્રીમાં વિશ્વાસ મૂક્યો છે. અમે નવા પ્રકરણની શરૂઆત કરી હોવાથી અમે વિવિધ કાળજીપૂર્વક અને જનતા-આધારિત પહેલો દ્વારા અમારા પ્રોગ્રામિંગ પોર્ટફોલિયોમાં વધારે ઊંડા લાવવાની યોજના બનાવી છે. અમને આશા છે કે, અમારા દર્શકો અમારા તેમના વિશ્વાસને અકબંધ રાખશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.