Western Times News

Gujarati News

ABP News ન્યૂઝરૂમમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સ્થાપિત કરવા એડિટોરિયલ ટીમને પુનર્ગઠન સાથે સક્ષમ બનાવી

નોઇડા,  ભારતની અગ્રણી રાષ્ટ્રીય સમાચાર ચેનલ એબીપી ન્યૂઝ પ્રથમ ભારતીય મીડિયા સંસ્થા બની જશે, જે એનાં એડિટોરિયલ ડિપાર્ટમેન્ટમાં મુખ્ય સંસાધનોનું પુનર્ગઠન કરશે. આ રીતે ન્યૂઝધ ચેનલ આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને સમકક્ષ માળખું ઊભું કરશે. એબીપી ન્યૂઝનાં આ પગલાનો ઉદ્દેશ એની પ્રતિભાનો વધારે સારો ઉપયોગ કરવાનો, એનાં એડિટોરિયલને વધારે જવાબદાર બનાવવાનો અને દરેકની ભૂમિકાઓમાં વધારે સ્પષ્ટતા લાવવાનો છે. ન્યૂઝરૂમની હાલનો પદાનુક્રમ બદલાઈ રહ્યો છે. આ પગલાથી ચેનલ વધારે દર્શક-કેન્દ્રિત અને એનાં ગ્રાહકો પ્રત્યે વધારે જવાબદાર બનશે એવી સુનિશ્ચિતતા ઊભી થશે.

સંસ્થામાં ભૂમિકાઓને વધારે પરિભાષિત કરવામાં આવશે, જેમાં શ્રી રજનીશ આહુજા ન્યૂઝ અને પ્રોગ્રામિંગનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ હશે; ન્યૂઝ ગેધરિંગનાં વાઇસ પ્રેસિડન્ટ તરીકેની જવાબદારી શ્રી સંજય બ્રાગ્તા સંભાળશે; ન્યૂઝ અને પ્રોડક્શનનાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે શ્રી અરુણ નૌતિયાલ કામગીરી અદા કરશે; પ્લાનિંગ અને સ્પેશ્યલ કવરેજનાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે શ્રી સુમિત અવસ્થી કામ કરશે, પ્રોગ્રામ પ્રોડક્શનનાં એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ તરીકે શ્રીમતી વિભા કૌલ ભટ્ટ અને સ્પેશ્યલ પ્રોજેક્ટ્સનાં એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ તરીકે શ્રીમતી અંજુ જૂનેજા કામગીરી કરશે.

ઉપરાંત ન્યૂઝરૂમ અને ટેકનોલોજી ટીમો સાથે પાર્ટનરશિપમાં કામ કરવા એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ, પ્રોડક્શન અને ઓપરેશન્સની નવી ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવશે. શ્રી નીતિન સુખીજા એનું નેતૃત્વ કરશે.

આ અંગે એબીપી ન્યૂઝ નેટવર્કનાં સીઇઓ શ્રી અવિનાશ પાંડેએ કહ્યું હતું કેઃ અમારી સંસ્થાનું હાર્દ કર્મચારીઓનું સશક્તિકરણ છે. એડિટોરિયલ માળખામાં આ પરિવર્તન અમારાં માટે સીમાચિહ્નરૂપ ક્ષણ છે અને ભારતમાં ન્યૂઝરૂમની કામગીરીની પદ્ધતિમાં પરિવર્તનનો પવન ફૂંકશે. નવેસરથી ડિઝાઇન કરેલા યુનિટો ભારતીય મીડિયા ક્ષેત્રમાં વિકાસ માટે પ્રેરકબળ બની જશે અને અમને આ અતિ જરૂરી પરિવર્તનને આગળ વધારવા માટે લીડ લેવાનો ગર્વ છે.

ડિજિટલ યુગમાં સારી કામગીરી ધરાવતી એબીપી ન્યૂઝ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો હાંસલ કરવા માટે પરંપરાગત ન્યૂઝ ચેનલ્સોની કાયાપલટ કરવામાં અને અપગ્રેડ કરવામાં મોખરે રહીને કામ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.