૧૦ લાખની લાંચ લેવાના કેસમાં ફરાર CBI PI હાજર થયા
અમદાવાદ, અપ્રમાણસર મિલકતના કેસમાં ૧૦ લાખ રૂપિયાની લાંચ માગનાર ફરાર સીબીઆઈ પીઆઈ આખરે નાટકીય ઢબે હાજર થયા હતા. પીઆઇ સંદીપકુમાર સીબીઆઇ કોર્ટમાં હાજર થતા ૩ દિવસના રિમાન્ડ પર મોકલાયા છે.
મહત્વનું છે કે, દીવમાં ફરજ બજાવતા મત્સ્યોધોગ ખાતાના મદદનીશ અધિક્ષક સુકર અંજનીએ ૨૨ માર્ચ ૨૦૨૩ના રોજ દિલ્હી સીબીઆઇને ફરિયાદ કરી હતી.
જેમાં તેમણે રજૂઆત કરી હતી કે, ગાંધીનગર સીબીઆઇમાં લાંચ વિરોધી શાખામાં ફરજ બજાવતા સંદીપ કુમાર અપ્રમાણસર સંપત્તિ રાખવાના આરોપોની તપાસ કરી રહ્યા છે. તેમણે અંજનની તરફેણમાં રિપોર્ટ કરવા માટે રૂ.૧૦ લાખની લાંચ માંગી હતી અને ત્યારબાદ તેઓ સતત વોટ્સએપ પર લાંચની મંગણી કરી ધમકી આપી હતી કે, લાંચની રકમ આપવામાં નહી આવે તો અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફસાવી દેવામાં આવશે.HS1MS