Western Times News

Gujarati News

૩ મહિનાથી ફરાર સરપંચ અને ઉપસરપંચને હોદ્દા પરથી હટાવાયા

મોબાઈલ ઉપર ગીતો વગાડવા બાબતે તલવાર વડે કરાયેલા જીવલેણ હુમલામાં વાલીયાના ઝોકલા ગામના સરપંચ મનોજ વસાવા અને ઉપસરપંચ કમલેશ વસાવા ત્રણ મહિનાથી ફરાર 

(પ્રતિનિધિ) ભરૂચ, વાલીયા તાલુકાના ઝોકલા ગામે મોબાઈલ ઉપર ગીતો વગાડવા બાબતે તલવાર વડે કરાયેલા જીવલેણ હુમલામાં ત્રણ મહિનાથી ફરાર સરપંચ મનોજ વસાવા અને ઉપસરપંચ કમલેશ વસાવાને જિલ્લા વિકાસ અધિકારીએ હોદા પરથી દૂર કરતો હુકમ કર્યો છે.

વાલીયાના ઝોકલા ગામે સરપંચ મનોજ વસાવાની દાદાગીરીનો કિસ્સો ગત મે મહીનામ સામે આવ્યો હતો.જેમાં ગામમાં લગ્ન હોય શૈલેષભાઈ પરિવાર સાથે ગયા હતા.તેમનો પુત્ર આશિષ પોતાના મોબાઈલમાં ગીતો વગાડતો હોય સરપંચને ગમ્યું ન હતું.

સરપંચે તેને માર મારતા પિતાએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેની રીસ રાખી સરપંચ, ઉપસરપંચ કમલેશ વસાવા, સરપંચના ભાઈ અજય અને અન્ય આરોપીએ ફરિયાદી શૈલેશભાઈને ફટકાર્યા હતા.આટલેથી સરપંચ, તેના ભાઈ અને ૭ આરોપીઓએ નહિ અટકી ફરિયાદી શૈલેષભાઈ સાથે ગયેલા રતિલાલ વસાવાને રાતે બાઇક ઉપર આંતર્યા હતા.

તલવાર,લોખંડની પાઇપો વડે જીવલેણ હુમલો કરતા અન્ય ગ્રામજનોએ તેમને બચાવ્યા હતા.ઈજાગ્રસ્તની હાથ અને પગની નશો કપાઈ જતા ભરૂચ સિવિલ ત્યાંથી વડોદરા સયાજી અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા.

શૈલેષભાઈ અને રતિલાલ વસાવાએ નેત્રંગ પોલીસ મથકે સરપંચ મનોજ વસાવા, અજય વસાવા,સચિન, પ્રભુ, વિશાલ, લક્ષ્મણ અને ઉપ સરપંચ કમલેશ વસાવા સામે બે અલગ અલગ ફરિયાદ નોંધાવી હતી.જે હત્યાના પ્રયાસ, મહા વ્યથા, રાયોટિંગના ગુનામાં ૩ મહિનાથી સરપંચ ભાગેડુ છે.

જ્યારે ઉપસરપંચે હાઈકોર્ટ માંથી જામીન મેળવ્યા હતા. આ ગંભીર ગુનામાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ ૨ જી ઓગસ્ટે જ્યાં સુધી કેસનો નિકાલ ન થાય કે પંચાયતની ટર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી બન્નેને હોદા ઉપરથી દૂર કરતો હુકમ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.