ACBએ પાનોલીમાંથી બે ઈસમોને બે પિસ્તોલ સાથે ઝડપી પાડયા
ભરૂચ: ભરૂચ એલ.સી.બી પોલીસે પાનોલી જીઆઈડીસી માંથી બે શખ્સોને બે તમંચા તથા કારતુસ સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા.
ભરૂચ એલ.સી.બી પોલીસની ટીમ અંકલેશ્વર ના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે બે ઈસમો પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં તમંચા સાથે ફરી રહ્યા છે.
બાતમી આધારે વોચમાં રહી બે ઈસમો અઝીઝ અહેમદ શેખ રહેવાસી પ્રતિષ્ઠા રેસીડેન્સી, કાપોદ્રા,અંકલેશ્વર તેમજ મોહમંદ મુસ્લીમ શાહ રહે.ઉત્તરપ્રદેશ ને એલ.સી.બી પોલીસે ઝડપી પાડયા હતા.
ઝડપાયેલા બન્ને આરોપીઓની અંગ ઝડતી માં પોલીસને બે દેશી બનાવટના તમંચા કિંમત રૂપિયા ૧૦,૦૦ તેમજ બે નંગ જીવતા કારતુસ કિંમત રૂ.૧૦૦ અને એક મોબાઈલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ મળી આવ્યા હતા.પોલીસે બંને શખ્સોની આર્મ્સ એકટ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હાલ તો પોલીસે આ હથિયાર કયાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ શાના માટે કરવાના હતા જેવા વિગેરે પ્રશ્નો ના ઉત્તર મેળવવવાની કવાયત હાથધરી છે ત્યારે પોલીસ ની વધુ તપાસમાં શું બહાર આવે છે તે જોવુ રહ્યું.