ACCએ કિચન ગાર્ડન ઇન્ટરવેન્શન પ્રોગ્રામ દ્વારા કર્ણાટકની ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવી
ACCના કિચન ગાર્ડન ઇન્ટરવેન્શન પ્રોગ્રામની શરૂઆત કુડિથિની ગામમાં ગ્રામીણ પરિવારોના આહાર અને આજીવિકામાં સુધારા માટે કરવામાં આવી હતી.
કર્ણાટક, અદાણી ગ્રૂપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી લિ. CSR પહેલના ભાગરૂપે તેના કિચન ગાર્ડન પ્રોગ્રામ દ્વારા ગ્રામીણ સમુદાયોની આજીવિકામાં સુધારો કરવા નોંધનીય સફળતા મેળવી રહી છે. આવી જ એક સફળ કહાની કર્ણાટકના બેલ્લારી જિલ્લાના કુડિથિની ગામમાંથી મળી છે. અહીં, સરોજઅમ્મા સેલ્ફ હેલ્પ ગ્રુપની પરિવર્તનની શક્તિ અને કિચન ગાર્ડન દ્વારા જીવન ધોરણમાં સુધારો લાવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ બની છે. ACC Empowers Rural Women in Karnataka through Kitchen Garden Intervention Program.
એસીસી કિચન ગાર્ડન ઈન્ટરવેશન પ્રોગ્રામ મારફત સમુદાયોને આર્થિક રીતે સશક્ત બનાવી ટકાઉ ઘરોના બાંધકામનો પાયો નાખી રહી છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ સાથે ભાગીદારી કરી આવશ્યક સંસાધનો પ્રદાન કરાવી ACC અને અદાણી ફાઉન્ડેશન મહિલાઓને સમૃદ્ધ કિચન ગાર્ડન્સની ખેતી કરવા માટે સશક્ત બનાવે છે. આ પહેલ તેમના આહારને સમતોલ અને પૌષ્ટિક બનાવવાની સાથે તેમને આત્મનિર્ભરતા અને ગૌરવ કેળવવામાં મદદ કરે છે.
બે લોકોના પરિવાર સાથે રહેતા સરોજઅમ્મા જિલ્લાના અન્ય ઘણા લોકોની જેમ તેમના ખેતરમાં ઉગાડવામાં આવેલા પાક પર આધાર રાખતા હતા. તેમજ સ્થાનિક બજારોમાંથી અન્ય જરૂરી ખાણીપીણીની ચીજો ખરીદતા હતા. પરિણામે, તેમનો ખોરાક અનાજ અને સિઝનલ શાકભાજી પૂરતો મર્યાદિત હતો. તેઓ પોતાના પરિવારના આહારમાં વિવિધતા લાવવા અને પોષણક્ષમ આહાર પૂરો પાડવા એસીસીના કિચન ગાર્ડન કિચન ગાર્ડન ઇન્ટરવેન્શન પ્રોગ્રામમાં જોડાયા. અંતે સરોજઅમ્માએ ઘર આંગણે કિચન ગાર્ડનમાં મરચાં, મૂળા, ભીંડા, કઠોળ, ધાણા, લીલા પાંદડાવાળા શાકભાજી અને ટામેટાંની વાવણી શરૂ કરી. જેની વિપુલ પ્રમાણમાં લણણી થતાં અપેક્ષા કરતાં વધુ સારી રીતે સમગ્ર પરિવારની પોષક જરૂરિયાતો પૂરી થઈ શકી. આ પહેલના કારણે બાહ્ય બજારો પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
એસીસી અને અદાણી ફાઉન્ડેશન કિચન ગાર્ડન ઇન્ટરવેન્શન પ્રોગ્રામમાં નોંધનીય હસ્તક્ષેપ ધરાવે છે, જેમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા હેન્ડ-પંપ અને કચરાના નિકાલના વિસ્તારોની નજીક કીચન ગાર્ડન બનાવે છે, તેમજ બીજનું વિત્તરણ પણ કરે છે. આ પહેલનો ઉદ્દેશ્ય ખાદ્ય સ્ત્રોતોમાં વિવિધતા લાવવાનો છે, જેનાથી બજારોમાંથી ખરીદેલ ચીજો પર નિર્ભરતા ઘટે છે, અને બચતમાં વધારો થાય છે.
ACCનો કિચન ગાર્ડન ઈન્ટરવેન્શન પ્રોગ્રામ ગ્રામીણ મહિલાઓને તેમના કિચન ગાર્ડનની ખેતી કરવા માટે જરૂરી સંસાધનો અને જ્ઞાન પ્રદાન કરીને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલ દ્વારા, સરોજઅમ્મા જેવી મહિલાઓ વિવિધ ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ ઉગાડી શકે છે, તેમના પરિવારો માટે વૈવિધ્યસભર અને પોષણયુક્ત આહારની ખાતરી આપે છે. ટકાઉ કૃષિ પ્રથાઓને પ્રોત્સાહન આપતા આ પ્રોગ્રામ ખાદ્ય સુરક્ષામાં વધારો કરે છે અને સ્થાનિક સમુદાયમાં આર્થિક વિકાસમાં ફાળો આપે છે.
સકારાત્મક પરિવર્તનને વેગ આપતાં અદાણી ફાઉન્ડેશન અને એસીસી દ્વારા સંચાલિત સામાજિક પહેલ મારફત ખાદ્ય સુરક્ષા, આર્થિક વૃદ્ધિ અને ગ્રામીણ ભારતના ઉજ્જવળ ભાવિ માટે પ્રતિબદ્ધ છે.