Western Times News

Gujarati News

યુટર્ન લઈ રહેલા કેમિકલ ભરેલ ટેન્કરને ટ્રેલરે ટક્કર મારતાં અકસ્માત : ૧નું મોત

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની જીએનએફસી કંપની માંથી કેમિકલ ભરી સુરત તરફ જતું ટેન્કર લુવારા નજીક યુટર્ન લઈ રહ્યું હતું તે દરમ્યાન પાછળ થી આવતા ટ્રેલર ટક્કર મારતાં કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી મારી ગયું હતું.જેના પગલે ડ્રાઈવર અંદર દબાઈ જતા તેને બહાર કાઢી ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

તો અકસ્માતના પગલે ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચની જીએનએફસી કંપની માંથી જ્વલનશીલ કેમિકલ ભરૂચ બારડોલી નો ડ્રાઈવર ઘનશ્યામસિંગ રાજેશસિંગ જઈ રહ્યો હતો.તે દરમ્યાન નેશનલ હાઈવે ઉપરના લુવારા નજીક યુટર્ન લઈ રહ્યો હતો તે દરમ્યાન પાછળથી આવેલા ટ્રેલરે ટક્કર મારતાં ટેન્કર પલ્ટી મારી જતા તેમાં રહેલો ડ્રાઈવર અંદર ફસાઈ ગયો હતો જેને બહાર કાઢી ૧૦૮ ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા ડેડબોડી ને પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તો અકસ્માત ના પગલે જ્વલનશીલ કેમિકલ ભરેલ ટેન્કરે પલ્ટી મારતાં તેમાં રહેલું કેમિકલ બહાર ઢોળતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો અને ફાયર ફાયટરોને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તો અકસ્માત ના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિકને ડાયવર્ઝન આપી પલ્ટી મારી ગયેલ ટેન્કર ને સાઈડ ઉપર ખસેડવાની તજવીજ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.