ચકલાસી નજીક કાર અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માતઃ ૨ ના મોત ૧૦ ઘાયલ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ચકલાસી નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે સવારે કાર અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે ૧૦ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ચકલાસી પાસેથી અમદાવાદ-વડોદરાને જાેડતો એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. આજે સવારે કાર અને એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બન્નેની ટક્કર એટલી જાેરદાર હતી કે, કાર હાઈવે પર જ ઉથલી પડી હતી જ્યારે એસટી બસ સીધી રેલીંગ તોડી બાજુની સાઈડમાં ખાડામાં જતી રહી હતી.
બંન્ને વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું. કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એસટી ખાડામાં પડતા ઈમરજન્સી દરવાજા મારફતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.અકસ્માતમા લગભગ દસ વ્યકિતઓ ઇજાગ્રસ્ત થયા છે.
જેમાં બે વ્યકિતઓ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. અકસ્માતની જાણ થતાં જ ૧૦૮ની નડિયાદ, આણંદ, ઉત્તરસંડાની ૫ એમ્બિલ્યુંસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.
આ એસટી બસ વડોદરા-ગાધીનગર-વડોદરારૂટ ની હતી.એસટીના ચાલક રાકેશભાઈએ જણાવ્યું કે, આ બસ વડોદરાથી ગાંધીનગર સચિવાલય જતી હતી. . હું મારી સાઈડમાં એસટી હંકારતો હતો આ દરમિયાન ડીવાઈડર જંપ કરીને આવેલી કાર મારા બસના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.
આથી મારી બસ અનકન્ટ્રોલ થઈ જતાં બસ સીધી ખાલી સાઈડની રેલીંગ તોડી ખાડામાં ઉતરી ગઈ હતી એસટીના ચાલક સહિત ગંભીર રીતે ઘવાયેલા ૩ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે એસટીમાં સવાર ૧૦ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
નોંધનીય છે કે, અકસ્માત ગ્રસ્ત કારમાંથી સ્ન્છ ય્ેંત્નછઇછ્ની પ્લેટ મળી આવી છે. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજયા છે. જેમાં મરણજનાર જૈદઅલી ઈરફાનઅલી સૈયદ અને સમીરભાઈ અનવરભાઈ ભટ્ટી બન્ને રહે. સાસણગીર છે તેવો અમદાવાદ થી દાહોદ જતા હતા તાં આ દરમિયાન આ અકસ્માત સર્જાયો છે.