જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત: 4નાં મોત
રાજકોટ, જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જામનગર હાઇવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આજે વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હાલ સ્થાનિક પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, કાર પડધરી તરફ જઇ રહી હતી. જ્યારે સામેથી ટ્રેક્ટર આવી રહ્યું હતુ. આ બંને વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે.
હાલ મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ચાર મૃતકોમાં ત્રણ લોકો રાજકોટના છે અને એક મૃતક અન્ય જગ્યાનો છે. જામનગર હાઇવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આજે વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જામનગર હાઇવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. જેના કારણે મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
મંગવારની મોડી રાતે મહેસાણામાં પણ એક અકસ્માત સર્જાયો હતો. મહેસાણાના નંદાસણ નજીક લક્ઝરી બસ પલટી ખાતા ૨ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. લક્સરી બસ સુરતથી જાેધપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પલટી ખાધી હતી. લક્સરી બસ પલટી ખાતા ૫-૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. મહેસાણાના અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને કલોલની હોસ્પિટલમા સારવાર અર્થે ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા પોલીસ જાણ કરવામાં આવી હતી. તેમજ ઘટના સ્થળે ૩ ક્રેન અને પોલીસ પહોંચી હતી. અને પોલીસે તપાસ હાથ ધરી હતી.SS1MS