ભરૂચના માંચ ગામ નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત : ટ્રાફિક જામ
(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચ જિલ્લા માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચ જિલ્લાના માંચ ગામ નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત તરફ લાકડાના પાટિયા ભરીને જઈ રહેલા એક ટ્રેલર પાછળ ટાઈલ્સ ભરેલી ટ્રક કોઈ કારણોસર ઘૂસી જતા અક્સ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.લગભગ વરેડિયાથી સાંસરોદ ગામ સુધી વાહનોની લાંબી કતારો જાેવા મળી હતી.
અકસ્માતની જાણ થતા એનએચઆઈએ ના કર્મીઓ તેમજ પાલેજ પોલીસ, ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથધર્યા હતા.ટ્રાફિકજામના પગલે વાહન ચાલકો અટવાયા હતા.જાેકે અકસ્માતમાં સદ્દ કોઈ જાનહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.સર્જાયેલા અકસ્માતમાં ટ્રકના આગળના ભાગને ભારે નુક્સાન થવા પામ્યું હતું.તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.