બાયડ નજીક મોડાસા -કપડવંજ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત

ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના બાયડ નજીક ડીપ વિસ્તારમાં મોડાસા કપડવંજ હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં ટ્રાફિક જામના દ્રર્શ્યો સર્જાયા હતા.
બંને બાજુ એક એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જાેવા મળી હતી. મોડાસા કપડવંજ હાઇવે પર બાયડ નજીક ડીપ વિસ્તારમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં હાઇવે પર બંને બાજુ એક એક કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અકસ્માતમાં ટ્રકના ચાલક ઇજાગ્રસ્ત થતાં તેને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
ટ્રાફિકજામના દ્રશ્યોમાં વરરાજા સહિત જાનૈયા, ડીજે અને એમ્બ્યુલન્સ ફસાયેલી જાેવા મળી હતી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ના હતી અકસ્માતની ઘટનાની જાણ થતાં બાયડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેન બોલાવી ભારે જહમત બાદ ટ્રકોને સાઈડમાં કરી ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો