Western Times News

Gujarati News

વર્કઆઉટ દરમિયાન રકુલ પ્રીત સિંહ સાથે થયો અકસ્માત

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. અભિનેત્રીને તાજેતરમાં ગંભીર ઈજા થઈ હતી, જેના પછી તેને બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે. એવું કહેવાય છે કે, રકુલને આ ઈજા ત્યારે થઈ જ્યારે તે જિમમાં વર્કઆઉટ કરી રહી હતી.

વર્કઆઉટ દરમિયાન એક્ટ્રેસ ૮૦ કિલોની ડેડલિફ્ટનું સેશન કરી રહી હતી, પરંતુ બેલ્ટ વગર ડેડલિફ્ટ કરવાને કારણે તેની પીઠમાં તણાવ આવી ગયો. આ અકસ્માત બાદ રકુલપ્રીત સિંહને લગભગ એક અઠવાડિયા સુધી બેડ રેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચાર સાંભળતા જ તેના ફેન્સ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા અને તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, રકુલપ્રીત સિંહ સાથે આ અકસ્માત ૫ ઓક્ટોબરે થયો હતો, ત્યારબાદ તે આરામ કરી રહી છે. એક સૂત્રએ જણાવ્યું કે, ૫ ઓક્ટોબરની સવારે રકુલ જિમમાં વર્કઆઉટ કરી રહી હતી.

અભિનેત્રી ૮૦ કિલોની ડેડલિફ્ટ કરી રહી હતી પરંતુ આ દરમિયાન તેણે બેલ્ટ પહેર્યાે ન હતો. બેલ્ટ પહેર્યા વિના ડેડલિફ્ટ કરવાને કારણે એક્ટ્રેસને પીઠમાં ઈજા થઈ હતી. સૂત્રએ જણાવ્યું કે, આ હોવા છતાં, રકુલે પોતાને વર્કઆઉટ માટે દબાણ કર્યું અને કસરત ચાલુ રાખી.

જેના કારણે તેની ઈજા ઘણી ગંભીર બની ગઈ હતી.સૂત્રએ જણાવ્યું કે, પીઠની ઈજાને કારણે ડૉક્ટરે રકુલપ્રીત સિંહને કમ્પ્લીટ બેડ રેસ્ટ લેવાની સલાહ આપી છે. તેની ન્૪, ન્૫ અને જી૧ ચેતા અવરોધિત છે. જોકે, તેની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.

બીજી તરફ, ફેન્સ પણ રકુલપ્રીત સિંહની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત છે. આ દર્દમાં પણ રકુલપ્રીતે શૂટિંગ ચાલુ રાખ્યું છે. તે પેઈન કિલર લઈને તેની આગામી ફિલ્મ ‘દે દે પ્યાર દે ૨’નું શૂટિંગ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.