આગરા બરેલી હાઈવે પર બે ગાડીઓની ટક્કરમાં ત્રણના મૃત્યુઃ એક ગાડી અમદાવાદની
અમદાવાદની પાસીંગ બીએમડબલ્યુ અને દિલ્હી પાસીંગ સ્વિફ્ટ ડિઝાયર વચ્ચે ગંભીર અકસ્માત
કાસગંજ: આગરા બરેલી હાઈવે પર નગરીયાની નજીક શુક્રવારે સવારે છ વાગ્યે બે ગાડીઓની ટક્કરમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયાં છે. પોલીસને ઘાયલ થયેલાઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જો કે તેમની હાલત હજુ ગંભીર છે.
https://westerntimesnews.in/news/71280
પોલિસ અધિકારી રવિન્દ્ર બહાદુર સિંહે જણાવ્યુ હતુ કે બીએમ ડબલ્યુ કાર નં. જીજે18બીસી 4024 અમદાવાદ (ગુજરાત)થી આ રસ્તા પર પસાર થઈ રહી હતી. જેમાં જુબેર પઠાણ, સોહેલ પઠાણ, મુબારક પઠાણ મુસાફરી કરી રહ્યા હતા. જેમની ગાડી મુમતાઝ અલી નામનો શખ્સ ચલાવી રહ્યો હતો. આગ્રા બરેલી હાઈવે પર શિકોહાબાદથી કછલા તરફ જઈ રહેલી બીજી ગાડી સ્વિફ્ટ ડીઝાયર કે જે દિલ્હીની ડીએલ9સી8320 સાથે અથડાઈ હતી.
સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં સવાર રામાકુમાર, તેમની પત્ની નિશા, પુત્ર ડગ્ગુ, બાબુ અને બેટી શિવિ સવાર હતા. ધડાકાભેર થયેલી આ બંને ગાડીઓની ટક્કરમાં બને ગાડીઓને નુકશાન પહોંચ્યુ હતું. રામાકુમાર પતિ-પત્ની, નિશા અને તેમના 3 બાળકોના સ્થળ પર જ પર મૃત્યુ થયા છે. મૃતકોને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જયારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.