અનન્યા પાંડેના મતે ડીપફૅક વીડિયો રોકવા સરકારી નીતિ આવશ્યક
મુંબઈ, અનન્યા પાંડેએ એક રસપ્રદ ફિલ્મમાં કામ કર્યું છે,‘સીટીઆરએલ’. આ ફિલ્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારીત છે. ત્યારે આઈફાની ગ્રીન કાર્પેટ વખતે અનન્યાએ આ સંદર્ભે તાજેતરમાં કહ્યું છે કે સરકારી વહીવટીતંત્રએ ટેન્કોલોજીનો દુરુપયોગ અટકાવવા માટે ચોક્કસ નીતિ ઘડવાની જરૂર છે.
તાજેતરમાં જ આમિર ખાન, રણવીર સિંઘ, આલિયા ભટ્ટ અને રશ્મિકા મંદાના જેવા કલાકારો ડીપફૅક વીડિયોનો શિકાર બની ચૂક્યા છે. આ સંદર્ભે અનન્યાએ કહ્યું,“આ બહુ ડરામણી સ્થિતિ છે. અમે લોકો પબ્લિક ફિગર છીએ તેથી અમારો અવાજ અને અમારા ચહેરાઓ દરેક સ્વરૂપે અનેક માધ્યમો પર ઉપલબ્ધ છે.
મને ખ્યાલ નથી કે તેમાં અમે કઈ હદ સુધી બચી શકીએ તેમ છીએ. મને લાગે છે કે સરકારે કોઈ નીતિ ઘડવી જોઈએ, કદાચ હાલ એ એક જ રસ્તો છે.” ડીપફેક એવી એક ડિજિટલ પદ્ધતિ છે, જેમાં યુઝર મૂળ વ્યક્તિને બદલે બીજા વ્યક્તિને એઆઈની મદદથી સહજ રીતે મુકી શકે છે.
‘સીટીઆરએલ’ના ટ્રેલરમાં જોવા મળે છે કે અનન્યા એઆઈ એપ્લિકેશનને કહે છે કે તેના લવર જા (વિહાન સમ્રાટ)ને ‘ઇરેઝ’ કરવા કહે છે, કારણ કે તે જાને ચીટિંગ કરતા પકડી પાડે છે. આ સાઇબર થ્રિલર ફિલ્મ ૪ ઓક્ટોબરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. તે વિક્રમાદિત્ય મોટવાણે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
આ વખતે અનન્યાએ બીજી વખત આઇફાના મંચ પરથી પરફોર્મન્સ આપ્યું હતું, તે અંગે તેણે કહ્યું હતું કે આ વખતે પહેલા વર્ષ કરતાં ઓછી નર્વસ હતી કારણ કે પહેલાં તેને થોડી નર્વસનેસ હતી પણ પછી તેને બહુ મજા પડી અને ફરી પર્ફાેર્મ કરવાની ઇચ્છા થતી હતી.SS1MS